________________
The best party is but a kind of conspiracy against the rest of the nation.
ભારતમાં લોકશાહી છે. દુનિયાની તે મોટામાં મોટી લોકશાહી છે. એના અનેક લાભ પણ છે, પરંતુ ભાષા, વર્ણ, ધર્મ અને પ્રાદેશિક ભેદોનો ઘણા બધા પ્રશ્નો ભારતમાં છે. અશિક્ષિત અને ગરીબ લોકોનું પ્રમાણ એટલું મોટું છે કે લોકશાહીનાં ધોરણોને તે નીચે પાડ્યા વગર રહે નહિ, એમાં પણ રાજદ્વારી પક્ષો જ્યારે હિન આચરણ કરતાં અચકાતા નથી, અને હિંસાનો આશ્રય લે છે ત્યારે તો શરમથી માથું ઝૂકે છે. લોકશાહી માટેનું ગૌરવ ઓસરી જાય છે.
સત્તાકાંક્ષી લઘુમતી પક્ષો સત્તાધારી પક્ષ માટે પ્રશ્નો, ઉપદ્રવો ઊભા કરવામાં શૂરા હોય છે. કહેવાય છે કે - The three qualifications of a political party are to stick to nothing, to delight in flinging dirt and to slander in the dark by guess.
અયોધ્યાની ઘટના પછી એના પ્રત્યાઘાત રૂપે કોમી રમખાણોની ઘટનાઓ ભારતમાં પાકિસ્તાન અને બાંગલાદેશમાં ઉપરાંત હેઠ ઇંગ્લેન્ડમાં બની. એક ઘટનાનો પ્રત્યાઘાત કેટલે દૂર સુધી કેટલા વ્યાપક પ્રમાણમાં અને કેટલા લાંબા સમય સુધી પડી શકે છે અને સ્થળ તથા સૂક્ષ્મ કેટલું મોટું નુકસાન પહોંચાડી શકે છે એ આવે પ્રસંગે જોઈ શકાય છે. ધર્માન્જતા, સ્વાર્થ, અન્યાય, અથવા અન્યાયનો પ્રતિકાર, વેરભાવ વગેરે દુષ્ટ તત્ત્વો મનુષ્યના ચિત્ત ઉપર જ્યારે સવાર થઈ જાય છે ત્યારે સંહારલીલા વ્યાપક બની જાય છે. માનવજાતિ જ્યારે ડહાપણ ગુમાવી દે છે ત્યારે તે સુખશાંતિ અને સમૃદ્ધિમાંથી કેટલાંક કદમ પીછેહઠ કરે છે.
વર્ણ, જાતિ ભાષા કે પ્રાદેશિક અસ્મિતા માટે થયેલાં રમખાણો કે યુદ્ધો કરતાં ધર્મના પ્રશ્ન વધુ રમખાણો કે યુદ્ધ થાય છે કારણ કે ધર્મનું ક્ષેત્ર જ અત્યંત સંવેદનશીલ છે અને ધાર્મિક નેતાઓની ઉશ્કેરણી લોકોને ઝનૂની બનાવી દે છે.
એવું નથી કે દરેક વખતે બે ધર્મના લોકો વચ્ચે જ અથડામણ થાય. એક જ ધર્મની બે શાખા કે વિશાખાના લોકો વચ્ચે પણ અથડામણ થાય છે. કોઈ એક ધર્મની એક નાની શાખાનાં જુદાં જુદાં મંડળો વચ્ચે પણ અથડામણો થાય છે. ઇતિહાસમાં એવા ઘણા દાખલા નોંધાયા છે. વળી એવું પણ નથી કે માત્ર ધર્મની બાબતમાં જ અથડામણ થાય. કેટલેક સ્થળે સ્થાનિક પ્રજા અને નવેસરથી આવીને વસેલી પ્રજા વચ્ચે પણ અથડામણો
૩પ૨ સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org