________________
ધીમું ઝેર છે એ તો સિદ્ધ થયેલું વૈજ્ઞાનિક સત્ય છે. તંબાકુમાં નિકોટિન ઉપરાંત બીજાં કેટલાંક ઝેરી તત્ત્વો પણ છે.
સિગરેટ પીનારા વિશે સર્વેક્ષણ કરનારા સંશોધકોનો એવો અભિપ્રાય છે કે પોતાના જીવનકાળ દરમિયાન સિત્તેર હજારથી વધુ સિગરેટ પીનારને અવશ્ય કેન્સર થાય છે. રોજની દસ-પંદરથી વધુ સિગરેટ પીનારને કેન્સર વહેલું થાય છે. એમ કહેવાય છે કે જેટલી મિનિટો સિગરેટ પીવામાં વપરાય છે એટલી મિનિટો આયુષ્યમાંથી ઓછી થાય છે.
સિગરેટથી થતા કેન્સરથી પ્રતિવર્ષ દુનિયામાં લાખો લોકો મૃત્યુ પામે છે. એક અંદજ પ્રમાણે તો આ આંકડો કરોડથી પણ વધુ છે. અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, સ્વિત્ઝરલેન્ડ, સિંગાપુર, ઓસ્ટ્રેલિયા, જાપાન વગેરે દેશોમાં હવે મરનારની સરેરાશ સંખ્યામાં ઘટાડો થતો જાય છે, તો બીજી બાજુ ભારત, પાકિસ્તાન, બંગલાદેશ, થાઈલૅન્ડ, ફિલિપાઈન્સ વગેરે દેસોમાં સંખ્યા વધતી જાય છે, કારણ કે એશિયાના દેશોમાં લોકો તમાકુનો ધૂમ્રપાન ઉપરાંત ખાવા તથા સૂંઘવા માટે ઉપયોગ પણ કરે છે, તેમાં વળી તમાકું સાથે ચૂનો ભેળવતાં તે મોઢાનું કેન્સર કરે છે.
સિગરેટનો ધુમાડો પીનાર માટે તો નુકસાનકારક છે, પરંતુ એ પણ સિદ્ધ થયું છે કે ધુમાડો આસપાસના લોકોના નાક વાટે એમનાં ફેફસાં અને પેટમાં જાય છે તેમને પણ તે નુકસાન કરે છે. બંધ ઓરડામાં માણસો બેઠા હોય અને ધુમાડો બહાર જવાની શક્યતા ઓછી હોય છે ત્યારે તો તે વધુ નુકસાનકારક નીવડે છે. વૈજ્ઞાનિકોએ પ્રયોગ કરી જોયો છે કે એક બંધ ઓરડામાં સો જેટલી સિગરેટ સળગતી રાખવામાં આવે અને એમાં સિગરેટ ન પીનાર એવા દસ જેટલા માણસોને અડધો કલાક બેસાડવામાં આવે તો તેમના લોહીના હેમોગ્લોબિનમાં તરત ફરક પડે છે. અને તેમની નાડીના ધબકારા વધી જાય છે.
પોતે સિગરેટ ન પીવી, પણ બીજા સિગરેટ પીતા હોય તેનો ધુમાડો નાક વાટે શરીરમાં લેવો એને હવે secondhand smoking (environmental smoking) કહેવામાં આવે છે. કેટલાક એને Passive smoking અથવા side-stream smoking પણ કહે છે. કેટલાક સિગરેટના વ્યસનીઓને દાક્તરની સલાહ અનુસાર કે અન્ય સંજોગોને કારણે સિગરેટ છોડવી પડે છે, પરંતુ આવી રીતે ધુમાડો સુંઘવા મળે તો તેમને ગમે છે, પરંતુ secondhand smoking પણ આરોગ્ય માટે નુકસાનકારક છે એ હવે નિર્વિવાદ હકીકત છે. વિમાનો, ઑફિસો, રેસ્ટોરાંઓ વગેરેમાં ઘણે ઠેકાણે
લેડી નિકોટિન સાથે છૂટાછેડા * ૨૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org