________________
હવે ધૂમ્રપાન કરનારનો જુદો વિભાગ રાખવામાં આવે છે. અમેરિકામાં હવે એવા કિસ્સા બન્યા છે કે પતિ-પત્નીએ છૂટાછેડા લીધા હોય અને નાનાં સંતાનો કોને સોંપવામાં આવે એ અંગે જો ચુકાદો આપવાનો હોય ત્યારે પતિ જો સિગરેટનો વ્યસની હોય તો secondhand smokingની બાળકના આરોગ્ય ઉપર અસર ન થાય માટે સંતાન માતાને સોંપવામાં આવે એવો ચુકાદો ન્યાયાધીશો આપવા લાગ્યા છે. કેટલાક દાખલાઓમાં તો સિગરેટ પીનાર વ્યસની પતિને કેન્સર થયું હોય તે પહેલાં secondhand smoking કરનાર પત્ની કે બાળકને કેન્સર ચાલુ થઈ ગયું હોય છે.
સિગરેટ પીનારને થતા શારીરિક નુકસાનની અસરનો અભ્યાસ તો ઘણો થયો છે, પરંતુ સિગરેટ પીનાર પતિના અકાળ અવસાનને કારણે વૈધવ્યની માનસિક યાતના અને એની સાથે સંલગ્ન કૌટુંબિક તથા સામાજિક સમસ્યાઓનો પણ હવે સવિસ્તર સંશોધનાત્મક અભ્યાસ થવા લાગ્યો છે. લગ્ન પછી પતિ સિગરેટનો વ્યસની થઈ ગયો હોય તો એ કારણે છૂટાછેડા પણ સુધરેલા દેશોમાં સરળ બનવા લાગ્યા છે.
કેટલાક વ્યસનીઓના જીવનમાં સિગરેટ એવી રીતે વણાઈ જાય છે કે તે તેઓ છોડી શકતા નથી અને છોડે તો તરત જ તેમને શારીરિક તકલીફ થવા લાગે છે. કોઈને માથાનો દુઃખાવો થાય, કોઈને ઊલટી થાય, કોઈને ચક્કર જેવું કે બેચેની, સુસ્તી લાગે. એક વડીલ સર્જનને હું જાણું છું કે જેમણે સાધુ મહારાજ પાસે સિગરેટ ન પીવાની બાધા લીધી, પરંતુ અઠવાડિયામાં જ એમને શરીર ઘણાં બધાં ગૂમડાં થવા લાગ્યાં. ડૉક્ટરને બતાવ્યા પછી ડૉક્ટરે કારણ શોધી કાઢ્યું કે સિગરેટ બંધ કરવાથી તેમને ગૂમડાં થવા લાગ્યાં છે. ડૉક્ટરે કહ્યું કે સિગરેટ અચાનક બંધ કરવી જોઈતી ન હતી. એટલે સાધુ મહારાજે પણ તેમને પ્રાયશ્ચિત્ત આપી સિગરેટ પીવાની છૂટ આપી સિગરેટ ચાલુ થતાં જ તે વડીલને ગૂમડાંનો રોગ મટી ગયો. ત્યાર પછી તેઓ સિગરેટ થોડી થોડી ઓછી કરતા ગયા અને છ-સાત મહિનામાં તેમણે સિગરેટ સાવ છોડી દીધી. ત્યાર પછી તેમને ગૂમડાં ક્યારેય થયાં નહિ.
મુંબઈના ડૉક્ટર મણિલાલ બી. શાહ, સિગરેટના વ્યસની એવા અનેક દર્દીઓની તપાસ કર્યા પછી એવી થિયરી ઉપર આવ્યા છે કે સિગરેટનું વ્યસન એ માત્ર વ્યસન નથી, પરંતુ કેટલી વ્યક્તિઓની બાબતમાં એ રોગરૂપે પરિણામે છે અને એવા વ્યસનીઓની સારવાર રોગના ઉપચાર તરીકે જ કરવામાં આવે તો તેઓ તેમાંથી સારા થઈ શકે છે. આ અંગે
૨૨૨ - સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org