________________
નથી. પોતાની અપકીર્તિથી તે ઝાંખો પડી જાય છે. એથી કોઈકને માનસિક રોગ થાય છે. કોઈકને આપઘાત કરવાનું મન થાય છે, કેટલાક ખરેખર આપઘાત કરી બેસે છે. દીનતાનાં આ પરિણામ છે.
- દીનતા પણ બધાંની એક સરખી હોતી નથી. કોઈકની સામાન્ય, તો કોઈકની તીવ્રતર, તીવ્રતમ હોય છે. કેટલાકને દીનતા આરંભમાં કઠે છે, પણ પછી ગમે છે અને કેટલાકને દીનતાની ટેવ પડી જાય છે. એમના જીવનમાં એ ઘર કરી બેસે છે.
સંસ્કૃતમાં કહેવાયું છે કે “મા બૂટં હીન વવ ... દીન વચન બોલો નહિ. સકારણ કે અકારણ દિન વચન બોલવું નહિ. ક્યારેક અતિશય લાચાર બનેલા માણસથી દીન વચન બોલાઈ જાય છે. “મારે માથે તો દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે;” “અમે તો સાવ પાયમાલ થઈ ગયા'; “આ દુનિયામાં અમારું કોઈ નથી'; “અમે અનાથ થઈ ગયા”; “અમે ક્યાં હતા અને આજે
ક્યાં આવી પડ્યા ?'; “અમે તો રસ્તા પરના થઈ ગયા'; “મારે દેવું એટલું થઈ ગયું છે કે મરવાનું મન થઈ જાય છે'; “મેં ધારેલું નહિ કે મારી સાથે આવો દગો રમાશે ! હવે તો આપઘાત સિવાય છૂટકો નથી.' ઇત્યાદિ દીનતાનાં વચનો વખતોવખત સાંભળવા મળે છે. પરંતુ એવાં નિરાશાવાદી વચનથી કંઈ ઉકેલ આવતો નથી.
માણસે સરળતા; લઘુતા, વિનમ્રતા, સહિષ્ણુતા વગેરે ગુણો જીવનમાં કેળવવા જોઈએ કે જેથી દીનતા ન આવે, પરંતુ એનું પરિણામ એવું ન આવવું જોઈએ કે જેથી પોતાનામાં લઘુતાગ્રંથિ જન્મે, અથવા તો દીનતા હીનતાનો ભાવ જ રહ્યા કરે અને સત્ત્વહીન બની જવાય. વસ્તુત: સરળતા, લઘુતાદિ સગુણોથી પોતાનું સત્ત્વ વધુ ખીલવું જોઈએ.
બીજી બાજુ સરળતા, લઘુતા વગેરે પોતાના ગુણો માટે માણસે એટલા બધા સભાન પણ ન રહેવું જોઈએ કે જેથી એ સગુણો માટે અભિમાન પ્રગટે અને પરિણામે એ ગુણો પણ ચાલ્યા જાય. માણસને દીનતાનો પણ અહંકાર થાય છે. સોક્રેટિસ વિશે એક કિંવદન્તિ છે કે એમનો એક મિત્ર કાણા-કાણાવાળો ઝભ્ભો પહેરીને નીકળતો. સોક્રેટિસે આવો ઝભ્ભો પહેરવાનું કારણ પૂછયું તો એણે કહ્યું કે, “મારી લઘુતા, દીનતા બતાવવા માટે હું આવો ઝભ્ભો પહેરું છું.' સોક્રેટિસે કહ્યું કે, “ભાઈ, તને કાણાવાળો ઝભ્ભો પહેરેલો જોઈને લોકોને પહેલાં એમ લાગે કે તું કેટલો બધો ગરીબદીન છે, પરંતુ પછીથી તારા વર્તન પરથી લોકોને સમજાય છે કે હકીકતમાં તો તારા ઝભ્ભાના પ્રત્યેક કાણામાંથી દીનતા માટેનું તારું અભિમાન ડોકિયું
अदीणमणसो चरे * ८७
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org