________________
જુદી જુદી દૃષ્ટિએ બાળકોની સમસ્યાઓનું નિરાકરણ વિચારાય છે. વર્તમાન જગતમાં બાળકોના આરોગ્ય માટે ઘણા ઉપાયો અમલમાં આવ્યા છે, જો કે કેટલાક ગરીબ દેશોમાં અંતરિયાળ વિસ્તારોમાં એ બધી સુવિધાઓ પૂરતા પ્રમાણમાં હજુ સુલભ થઈ નથી. બાળકોની બીજી જે ગંભીર સમસ્યાઓ છે તેમાં રસ્તે ૨ઝળતાં બાળકો, બાળકોમાં ગુનાખોરી અને બાળમજૂરી એ ત્રણ બાબતો મહત્ત્વની છે. એ વિશે ઠીક ઠીક જાગૃતિ ઘણા દેશોમાં આવી છે. આ બધી સમસ્યાઓમાંથી આપણે હાલ અહીં મજૂર કે નોકર તરીકે બાળકોનો જ ઉપયોગ થાય છે તેની માત્ર વિચારણા કરીશું. આ વિષય ઉપર કાયદાની દૃષ્ટિએ, અર્થશાસ્ત્રની દૃષ્ટિએ, સમાજશાસ્ત્રની દૃષ્ટિએ એમ વિવિધ દૃષ્ટિકોણથી વખતોવખત પરામર્શ થાય છે. એમાંથી કેટલાક મુદ્દા વિચારીશું.
જ્યાં સુધી માણસને પેટ છે ત્યાં સુધી ખાવા માટે એણે કંઈક પ્રવૃત્તિ કરવાની રહે છે. પોતાની આજીવિકા પોતે રળવાની રહે છે. દરેક માણસ માટે કમાવાનાં સાધનો અને ઉપાયો એકસરખાં હોતાં નથી. પોતપોતાની શક્તિ અને સંજોગાનુસાર, સામાજિક અને આર્થિક દૃષ્ટિએ જીવન ગોઠવાઈ જાય છે. પોતાનું ગુજરાન ચલાવવા માટે માણસ પોતે પોતાના ગામ કે નગરમાં પોતાની આજીવિકાનું સાધન શોધી લે છે. કેટલાક એમાં સફળ થાય છે, કેટલાક નિષ્ફળ જાય છે. કેટલાક પોતાની શક્તિ અને સૂઝ અનુસાર એક વ્યવસાયમાંથી બીજા વ્યવસાયમાં જાય છે. કેટલાક પોતાનું ગામ છોડી બીજે જાય છે અને એમ ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે છે.
યુરોપ અને અમેરિકાના સમૃદ્ધ દેશો કરતાં મધ્ય પૂર્વ, એશિયા અને આફ્રિકાના પછાત દેશોમાં લોકોનું સરેરાશ જીવનધોરણ ઘણું નીચું છે. બીજી બાજુ જીવનનિર્વાહ માટે માણસને ઘણો શ્રમ કરવો પડે છે. ગરીબ દેશોની અર્થવ્યવસ્થા જુદા પ્રકારની છે. ત્યાં અસંખ્ય કુટુંબો માટે તો રોજનો રોટલો રોજ કમાવા જેવી સ્થિતિ છે. એવાં કુટુંબોમાં દરેક સભ્ય કંઈક ને કંઈક કામ કરવું પડે છે કે જેથી કુટુંબનિર્વાહ બરાબર થઈ શકે. આવાં કુટુંબોમાં નાનાં બાળકોની આજીવિકાની પણ ગણતરી થાય છે.
કેટલાક સમૃદ્ધ દેશોમાં બાળમજૂરી ઉપર કાયદેસર પ્રતિબંધ હોવા છતાં કેટલાંય સ્થળે, અલબત્ત નાના પ્રમાણમાં, બાળકો થોડી ધનપ્રાપ્તિ અર્થે કંઈક કામધંધો કરતાં જોવા મળે છે. અમેરિકા, કેનેડા અને બીજાં રાષ્ટ્રોમાં કેટલાક છોકરાઓ છાપાની ફેરી કે છૂટક ઘરકામ વગેરે કરે છે. એનું કુટુંબ સુખી હોય છે. પરંતુ પોતાની કહી શકાય એવી કંઈક
બાળમજૂરોની સમસ્યા - ૨૭૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org