________________
કમાણી પ્રાપ્ત કરવામાં એને આનંદ હોય છે. ઘણું ખરું તે પોતાના અભ્યાસના ભોગે આવું કામ કરે છે. એ એની મનગમતી પ્રવૃત્તિ છે, એમાં શોષણ
નથી. કેટલાક વ્યવસાય એવા છે કે જેમાં પિતા પોતે જ પોતાના નાના દીકરાને પોતાની સાથે લઈ જઈને પોતાનું કામ શિખવાડે છે. ઘરમાં તે પજવે નહિ કે ઘરની બહાર રખડી ન ખાય એ માટે પણ તેઓ પોતાની સાથે લઈ જાય છે. ખેડૂતો ખેતરમાં અને ભરવાડો વગડામાં પોતાના છોકરાઓને લઈ જાય છે અને જેવું આવડે એવું કામ તેમને સોંપે છે. સુથાર, લુહાર, દરજી, કુંભાર, કડિયા વગેરે જુદા જુદા વ્યવસાયવાળા કારીગરો પોતાના નાના છોકરાઓને પોતાના વ્યવસાયની તાલીમ નાની ઉંમરથી જ આપે છે. આદિવાસી વિસ્તારોમાં આવી પ્રવૃત્તિ સવિશેષ જોવા મળે છે.
છોકરાઓ હોશિયાર થતા જાય છે અને મોટા થતાં પિતાનો ભાર હળવો કરે છે અને લાંબે ગાળે તેઓ પિતાનો વ્યવસાય સંભાળી લે છે. ખેડૂતનો દીકરો ખેડૂત થાય, સુથારનો દીકરો સુથાર થાય, લુહારનો દીકરો લુહાર થાય કે દરજીનો દીકરો દરજી થાય એવો વ્યવહાર હજુ ઘણા મોટા પ્રમાણમાં દુનિયામાં ઘણે સ્થળે જોવા મળે છે. એમ થવું અનિવાર્ય નથી અને વધુ તેજસ્વી બાળકો પોતાની બુદ્ધિશક્તિ અનુસાર અન્ય વ્યવસાયમાં જાય તેમાં કશું ખોટું પણ નથી. એકંદરે તો તે સમજના હિતમાં છે. પરંતુ બીજી બાજુ પોતાનો દીકરો અન્ય વ્યવસાયમાં ચાલ્યો જાય અને પિતાનો વ્યવસાય ભાંગી પડે એ પણ એક મોટી સમસ્યા બની રહે છે. આથી જ કેટલાયે પિતા પોતાનો દીકરો અન્ય વ્યવસાયમાં ન ચાલ્યો જાય એટલે માટે તેને શાળા કે કૉલેજમાં વધુ ભણાવતા નથી.
જે પ્રદેશમાં વસ્તી ઘણી છે અને વ્યવસાય ઓછા છે અને એને લીધે સમાજની આર્થિક પરિસ્થિતિ ઘણી નબળી રહે છે એ પ્રદેશોમાં નાના નાના પરચુરણ વ્યવસાયો દ્વારા લોકો પોતાનું ગુજરાન ચલાવે છે. સમગ્ર જગતમાં માંગ (Demand) અને પુરવઠો (Supply) અનુસાર વેપારધંધો અને બીજા વ્યવહારો ચાલે છે. આવા વ્યવહારમાં બાળમજૂરોની પણ એક આગવી સમસ્યા છે. જે બાળકોને શાળાઓમાં અભ્યાસ કરવાની તક કે સુવિધા નથી એ બાળકો ફાજલ સમયમાં જો રોકાયેલાં ન રહે તો તેઓ માબાપને કે પડોશીઓને સતાવે છે, રખડી ખાય છે, ખરાબ સોબતે જો ચઢી જાય તો ચોરી, મારામારી, ગુંડાગીરી વગેરે કરવા લાગે છે. એવું કરવાનો એમનો
૨૭૨ * સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org