________________
તરત ઇરાદો નથી હોતો પરંતુ તેઓ આવી પ્રવૃત્તિઓમાં જાણતા-અજાણતાં ઘસડાય છે. અસામાજિક તત્ત્વો તેમનો લાભ ઉઠાવે છે અને વખત જતાં એવા કિશોરો પોતે અસામાજિક તત્ત્વ બની જાય છે. પછીથી તેઓ સમાજ માટે એક સમસ્યારૂપ બની રહે છે. આવું જ્યાં થતું હોય ત્યાં બાળકો કોઈક વ્યવસાયમાં રોકાયેલાં રહે તે સમાજના હિતમાં છે. અલબત્ત એવાં બાળકોનું નિર્દય રીતે શોષણ ન થાય એ જોવાની ફરજ સરકારની અને સમાજના આગેવાનોની છે.
બાળક મોટું થાય એટલે એને કંઈક ને કંઈક કામ કરવું ગમે છે. નવરાં બાળકોને કંઈક કામ સોંપીને રોકી રાખવાં એ વધુ સલાહભર્યું છે. કેટલાંક બાળકોને આજીવિકાને અર્થે નહિ, પરંતુ કંઈક નવું શીખવાના અર્થે આવું કામ કરવું ગમે છે. કોઈ પણ કામ પોતાને આવડે તો બાળક તેથી રાજી રાજી થાય છે.
ગામડાંઓમાં નાનાં કુટુંબોમાં વડીલો, બાળકો પાસે ઝાડું કાઢવું, ચીજવસ્તુઓ આઘી-પાછી મૂકવી, લેવડ-દેવડના ધક્કા ખવરાવવા, બજારમાંથી વસ્તુઓ લઈ આવવી વગેરે નાનાંમોટાં કામો કરાવે છે અને બાળક તે ઉત્સાહથી કરે છે. પાડોશીઓ કે સગાસંબંધીઓ માટે પોતે કરેલાં કામના બદલામાં જો કોઈ નાની મોટી રકમ મળે છે તો તે બાળખને વધુ પ્રોત્સાહિત કરે છે. બાળખ લાલચુ થઈ જાય એવું પણ બને, પણ એની હોંશિયારી તો વધવા લાગે છે.
જે કુટુંબમાં આજીવિકા મેળવતો પુરુષ નાનાં બાળકોને મૂકીને અકાળે અવસાન પામે છે એ કુટુંબની વિધવાને કંઈક કામ કરીને કમાવું પડે છે. તેને પોતાના નાના છોકરાઓ દ્વારા પણ નાનુંમોટું કામ કરાવીને પૂરક આજીવિકા મેળવવી પડે છે. નિરાધાર કુટુંબમાં બાળકોની નજીવી કમાણી પણ સહાયરૂપ બને છે. મહાન ચીની ફિલસૂફ કફ્યુશિયસને એમની માતા વિધવા થતાં બાળવયથી જ જાતજાતની મજૂરી કરવી પડી હતી અને એથી એમની હોશિયારી ઘણી વધી ગઈ હતી. બીજી બાજુ કેટલાય એવા ગરીબ લોકો છે કે જેમની પાસે આજીવિકાનું કોઈ મોટું સાધન નથી. એવા લોકોએ નાનું-સરખું કામ કરીને રોજનું પેટિયું રોજ રળવાનું રહે છે. આવા લોકો પોતાનાં કામ માટે નોકર તરીકે નાના છોકરાઓને રાખે છે કે જેથી તેમને પગાર ઓછો આપવો પડે અને પોતે પોતાનો નાનો-સરખો ધંધો સરખી રીતે ચલાવી શકે. એશિયાના કેટલાય દેશોમાં કેટલાય માણસો રસ્તા ઉપર નાની હાટડી માંડીને કે રેકડી રાખીને પોતાનો ધંધો ચલાવે છે. તેઓ
બાળમજૂરોની સમસ્યા ૪ ૨૭૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org