________________
પોતાના મદદનીશ તરીકે બાળમજૂરોને રાખે છે. જો તેઓ બાળમજૂરોને ન રાખે અને પુખ્ત વયના નોકરોને રાખે તો તેમને પોષાય નહિ અને તેઓ પોતાનો વ્યવસાય ચલાવી ન શકે. પોતાને પગભર રહેવા માટે બાળમજૂરોની જરૂર પડે. એમાં કોઈ શોષણનો ઇરાદો નથી હોતો, પરંતુ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવાનો જ પુરુષાર્થ હોય છે. એની એવી પ્રવૃત્તિથી બે કુટુંબોને રાહત મળે છે : ધંધો કરનારના કુટુંબને અને નોકરી કરનાર બાળમજૂરના કુટુંબને. કેટલાંક તીર્થસ્થળોમાં ચા-પાણીની રેકડી ચલાવનારાઓ આઠ-દસ વરસની ઉંમરના છોકરાઓને નોકરીમાં રાખે છે. “આવા કુમળા છોકરા પાસે તમે કેમ મજૂરી કરાવો છો ?' એવો પ્રશ્ન કોઈ કરે તો તેઓનો જવાબ હોય છે કે મોટા માણસો આવા કામ માટે મળતા નથી. મળે તો મને પોષાય તેમ નથી. આ છોકરાઓની કમાણીથી એમના કુટુંબને રાહત મળે છે. હું જો તેઓને નોકરીમાં રાખવાનું બંધ કરી દઉં તો અમારા બેઉનું બગડે. હું મારું ગુજરાન ન ચલાવી શકું અને છોકરાઓ પોતાનું ગુજરાન ન ચલાવી શકે.'
આવી રીતે બાળપણમાં નોકરી કરનાર છોકરાઓ હોશિયાર જલદી થાય છે. કેટલાકમાં લુચ્ચાઈ, પક્કાઈના અંશો પણ જલદી આવે છે. પોતાના માલિકની ધંધાની કુનેહ અને છેતરપિંડીની રસમોના તેઓ માહિતગાર થાય છે. માનવસ્વભાવના તેઓ પારખુ બને છે. કેટલાક કિસ્સાઓમાં તો વખત જતાં તેઓ પોતાના માલિકના હરીફ બનીને ઊભા રહે છે.
પિતાના કે માતાના અતિશય ક્રોધી સ્વભાવને કારણે અથવા માતાપિતાનું તકરારી, વિસંવાદી, સંઘર્ષમય જીવન જોઈને એ ત્રાસમાંથી મુક્ત થવાને માટે અથવા મિત્રો, સોબતીઓનો આગ્રહભર્યો સાથે મળવાને લીધે કેટલાયે છોકરાઓ ઘર છોડીને ભાગી જાય છે. કુમળી વયના એવા છોકરાઓ ગુજરાન માટે મોટાં શહેરો તરફ ધસે છે. ત્યાં તેઓને કંઈક ને કંઈક કામ મળી રહે છે. તેઓ ગમે ત્યાં ખાયપીવે છે, અને ગમે ત્યાં સૂઈ રહે છે. આવી વિષમ પરિસ્થિતિમાં પણ પોતાના ઘર કરતાં પોતે વધુ સુખી છે એવું તેઓને લાગે છે. એમાં પણ સરખેસરખી વયના દોસ્તારો મળી જતાં તેઓ એક જુદી જ દુનિયામાં વસવા લાગે છે. માતાપિતા કે ભાઈભાડુંઓની તેમને ચિંતા હોતી નથી. તેઓ યાદ પણ ભાગ્યે જ આવે છે. આવી રીતે ભાગી નીકળેલા છોકરાઓને સગવડ મળે, સારી તક મળે તો પણ ઘરે પાછા ફરવાનું ગમતું નથી એવો અભિપ્રાય એ ક્ષેત્રમાં સેવાનું કામ કરતા સામાજિક કાર્યકર્તાઓનો છે.
૨૭૪ * સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org