________________
૩૩ બાળમજૂરોની સમસ્યા
કેટલાક વખતથી જગતના સમાજશાસ્ત્રીઓ બાળકો માટે વધુ જાગ્રત અને ચિંતિત થવા લાગ્યા છે. યુનાઈટેડ નેશન્સ તરફતી બાળકો માટેના કન્વેન્શનમાં બાળકોના રક્ષણ માટે જે નીતિનિયમો ઘડવામાં આવ્યા છે. તેમાં ઘણા દેશોએ સહકાર આપવાની ખાતરી આપી છે. દુનિયાના ઘણા દેશોમાં બાળકલ્યાણ કેન્દ્રોની સરકારી સ્તરે સ્થાપના થઈ છે. દુનિયાના કેટલાયે દેશોમાં બાળમજૂરી અંગે કાયદાઓ ઘડાયા છે. તેમ છતાં સમગ્ર દુનિયામાં મળીને કરોડો બાળમજૂરો મજૂરી કરી રહ્યા છે. અને એમાં કેટલાંકની પાસે પશુની જેમ કામ કરાવવામાં આવે છે. વાસ્તવિકતાનો અસ્વીકાર થઈ શકે તેમ નથી.
અનાજ, કપડાં, રહેઠાણ, વાહનવ્યવહાર ઇત્યાદિની બાબતમાં માત્ર સ્વાવલંબી જ નહિ, સમૃદ્ધ બનેલાં રાષ્ટ્રો વૃદ્ધો, અપંગો, બાળકો, મહિલાઓ વગેરેની વિવિધ પ્રકારની સુવિધાઓ માટે જાગ્રત બને એ સ્વાભાવિક છે. એટલે પાશ્ચાત્ય દેશો બાળમજૂરોના વિષયમાં જેટલા સજાગ અને સક્રિય હોય એટલા કદાચ અન્ય રાષ્ટ્રોના સામાજિક કે રાજકીય કાર્યકર્તાઓ ન હોય એ દેખીતું છે. અવિકસિત રાષ્ટ્રોને માટે બીજા ઘણા વિષયો એથી પણ વધુ ગંભીર હોય છે.
બાળકોની સમસ્યા વિવિધ પ્રકારની છે. કોઈ યુગ એવો નથી પસાર થયો કે જ્યારે બાળકોની કોઈક ને કોઈક સમસ્યાએ સમાજને સચિંતન કર્યો હોય. આરોગ્ય, શિક્ષણ, ગુનાખોરી, મજૂરી, આજીવિકા વગેરે ઘણી
૨૭૦ % સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org