________________
આક્રમણનો ભય છે એવું જણાતાં તટસ્થ માણસો પણ ઘણીવાર પોતાનું તાટધ્ધ જાળવી શકતા નથી. સ્વરક્ષણ માટે પોતાના ધાર્મિક સ્થળનો શસ્ત્રાદિ રાખવા માટે ઉપયોગ થાય તો તેમાં કશું અયોગ્ય નથી, બલકે તે પવિત્ર કર્તવ્યરૂપ છે એમ તે ધર્મના શાણા, વિચારશીલ માણસોને પણ લાગે છે. વિષમ પરિસ્થિતિમાં પોતાના ધર્મને તટસ્થ, પરલક્ષી નિરપેક્ષ દૃષ્ટિથી જોવાનું સહેલું નથી. બીજાં ક્ષેત્રો કરતાં ધર્મના ક્ષેત્રે અભિનિવેશ પ્રગટ થવાનું પ્રમાણ વિશેષ રહે છે.
માત્ર ધાર્મિક સ્થળ જ નહિ, કોઈ પણ જાહેર સ્થળનો ઉપયોગ અન્ય હેતુ માટે ન જ થઈ શકે કે નથી જ થતો એવું નથી. આવા પ્રકારની ઘણી ઘટનાઓ બને છે, બનતી આવી છે અને બનતી રહેશે.
માણસ પોતાના રહેવા માટે ઘર બાંધે છે. ભાડૂતી હોય કે માલિકીનું હોય, બારી-બારણાં વગરનું ઝૂંપડું હોય કે આલીશાન રાજમહેલ હોય, તેનો ઉપયોગ પોતાને માટે તે કરે છે, તદુપરાંત બીજા સાથે જોડાઈને સમાન પ્રવૃત્તિ કરવા માટે તેને અન્ય સ્થળની પણ જરૂર રહે છે. સમાજવ્યવસ્થા, શિક્ષણવ્યવસ્થા, રાજ્યવ્યવસ્થા, અર્થવ્યવસ્થા વગેરેને માટે માનવજાતનો સાંસ્કૃતિક દૃષ્ટિએ જે વિકાસ થતો આવ્યો છે તે જોતાં જાહેર ઉપયોગ માટેનાં વિવિધ સ્થળોનું નિર્માણ કરવાની પરંપરા અત્યંત પ્રાચીન સમયથી ચાલી આવે છે. જેમ પ્રજાની સામુદાયિક જરૂરિયાત વધારે તેમ લોકોને એકત્ર થવા માટે જાહેર સ્થળોનાં નિર્માણ વધારે થવાનાં. માણસ અંતર્મુખ છે અને બહિર્મુખ પણ છે, પ્રવૃત્તિશીલ પણ છે, મળતાવડો છે અને એકલવાયો પણ છે, અશિક્ષિત છે અને શિક્ષિત પણ છે. મનુષ્યજીવનમાં રહેલાં આવાં પરસ્પર ભિન્ન લક્ષણોને કારણે તેની જરૂરિયાત અનુસાર વિવિધ પ્રકારનાં જાહેર ક્ષેત્રોનું અને જાહેર સ્થળોનું વખતોવખત નિર્માણ થયા કરે છે. ધર્મશાળા, કૂવા, વાવ, તળાવ, નદીના ઘાટ, આરામવાટિકા, ઉદ્યાન, મંદિરો, મઠ, ઉપાશ્રય, પ્રાર્થના સ્થળ, ગઢ, કિલ્લો, પ્રાણીબાગ, પુસ્તકાલયો, ગુરુકુળ, શાળા, કૉલેજ, યુનિવર્સિટી, સંશોધન કેન્દ્ર, સંગ્રહસ્થાનો, દવાખાનાં, વ્યાયામશાળા, થિયેટરો, સ્ટેડિયમ, હોસ્પિટલ, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, હોટેલ, ઍરપૉર્ટ - આમ અનેક પ્રકારનાં જાહેર સ્થળોનું નિર્માણ જરૂરિયાત અને આર્થિક સગવડ અનુસાર સરકાર તરફથી કે સમાજના પોતાના પૈસાથી થયા કરે છે. જેમ જેમ વૈજ્ઞાનિક પ્રગતિ વધતી ગઈ છે તેમ તેમ મનુષ્યની સામુદાયિક જરૂરિયાતો પણ વધતી ગઈ છે અને તેમ તેમ લોકોની સામાન્ય સુવિધા માટે નાનાં-મોટાં નવાં નવાં, પંદર
ધાર્મિક સ્થળોનો અધાર્મિક ઉપયોગ ૧૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org