SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ वओ अच्चेइ जोब्बणं च । - ભગવાન મહાવીર [ વય અને યૌવન ચાલ્યાં જાય છે ] ભગવાન મહાવીર સ્વામીનાં બોધવચનોમાંથી ઉપરના એક વચનનું સ્મરણ-ચિંતન કરીએ. આચારાંગ સૂત્રના “લોકવિજય’ નામના બીજા અધ્યયનના પ્રથમ ઉદ્દેશકમાં કહ્યું છે : अप्पं च खलु आउयं इ इहमेगेसिं ।। માપવાdi....૨૩ ૩ઘેટુ ગોત્ર ૨ || એટલે કે કેટલાક માણસોનું આયુષ્ય અલ્પ હોય છે. તેની આંખ, નાક, કાન, જીભ અને સ્પર્શેન્દ્રિયની શક્તિ ક્ષીણ થતી જાય છે. યૌવન ઘડીકમાં પૂરું થઈ જાય છે અને વૃદ્ધાવસ્થા આવતાં માણસ મૂઢ બની જાય છે. તે વૃદ્ધ માણસ હાસ્ય, ક્રીડા, વિનોદ કે વેશભૂષા-શણગારને લાયક નથી રહેતો. આયુષ્ય વીતી જાય છે. એમાં બાળપણ, યૌવન, વૃદ્ધાવસ્થા વગેરે બધું જ આવી જાય છે. તો પછી અહીં યૌવનનો જુદો ઉલ્લેખ કરવાની જરૂર શી ? વસ્તુત: યૌવનને માટે જ આ કહેવાનું જરૂરી છે, કારણ કે બાળપણમાં તો માણસ અજ્ઞાન અવસ્થામાં હોય છે. એને જીવનમરણનો ખાસ કંઈ વિચાર આવતો નથી. બાલક્રીડામાં બાળક રચ્યુંપચ્યું રહે છે. બીજી બાજુ વૃદ્ધાવસ્થામાં માણસને જીવન હવે પૂરું થવામાં છે એ વિચાર સતાવે છે. શરીર રોગોથી ઘેરાઈ જાય છે. આંયુષ્ય વીતી રહ્યું છે એ નજર ૧૦ x- સાંપ્રત સમાજ-દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002034
Book TitleSamprat Samaj Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati, Culture, & Social
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy