________________
સામે એને દેખાય છે. પરંતુ યૌવનમાં માણસ પાસે લાંબો ભવિષ્યકાળ હોય છે. એટલે મૃત્યુની ખબર અને સમજ હોવા છતાં, જાણે મૃત્યુ ક્યારેય આવવાનું નથી એમ સમજીને જ તે બેપરવાઈથી વર્તે છે. એટલે જ આયુષ્યની ક્ષણભંગુરતા વિશે વિશેષ જાગૃત થવાનું હોય તો તે યૌવનમાં પ્રવેશેલાં સ્ત્રીપુરુષોએ જ છે. જેઓ યૌવનમાં સવેળા જાગી જાય છે અને આયુષ્યની ક્ષણભંગુરતાને સમજી - સ્વીકારી લે છે તેઓ શેષ આયુષ્યને સાર્થક કરી શકે છે.
સંસાર પ્રતિક્ષણ બદલાયા કરે છે. જીવન અને મૃત્યુનું ચક્ર નિરંતર ઘૂમ્યા કરે છે. પૌલિક પદાર્થોમાં પણ સર્જન અને સંહારની પ્રક્રિયા સતત ચાલતી રહે છે. જૂનાં મકાનો તૂટે છે, નવાં મકાનો બંધાય છે. જૂનાં વૃક્ષોનો નાશ થાય છે અને નવાં વૃક્ષો ઊગે છે. ચીજ વસ્તુઓ થોડા વખતમાં જરીપુરાણી, નાખી દેવા જેવી થાય છે. કાળનો પ્રભાવ ઘણો મોટો છે.
માત્ર મનુષ્યસૃષ્ટિનો જ વિચાર કરીએ તો રાત્રે સૂઈને સવારે ઊઠીએ એટલી વાર તો આ પૃથ્વી પરથી લાખો માણસોએ વિદાય લઈ લીધી હોય છે અને લાખો નવાં બાળકો અવતર્યા હોય છે. એક કલાકની ૬૦ મિનિટ અથવા ૩૬૦ સેકન્ડ. બાર કલાકની ૪૩૨૦ સેકન્ડ અને ચોવીસ કલાકની ૮૯૪૦ સેકન્ડ. ચોવીસ કલાકમાં ઓછામાં ઓછા દસ લાખ માણસો મૃત્યુ પામતા હોય તો એક સેકન્ડમાં - આંખના એક પલકારા જેટલી વારમાં - તો આ પૃથ્વી પર ઓછામાં ઓછા સો માણસોએ પોતાનો દેહ છોડ્યો છે એમ સમજાશે. ક્યારેક દુર્ઘટના બને તો અચાનક અનેક માણસો મૃત્યુ પામે છે. કુદરતના કોપ આગળ કોઈનું ચાલતું નથી.
ગુજરાતના ધરતીકંપમાં આપણો જોયું કે એક-દોઢ મિનિટમાં હજારો સાજાસમાં, હરતાફરતા માણસોએ પોતાના પ્રાણ ગુમાવી દીધા. “ઘડીના (૨૪ મિનિટના) છઠ્ઠા ભાગમાં” જેવી કહેવતને પણ ખોટી પાડે એટલી ઓછી વારમાં ભયંકર દુર્ઘટના બની ગઈ. આવી ઘટના આપણી આંખ ખોલે છે. જીવન કેટલું બધું ક્ષણભંગુર છે તેની પ્રતીતિ કરાવે છે.
મનુષ્યનું આયુષ્ય સો વર્ષનું ગણીને દસ દસ વર્ષના એના દસ વિભાગ કરવામાં આવે છે. ઠાણાંગ સૂત્રમાં એ દસે દસકાનાં સાર્થક નામ આ પ્રમાણે આપવામાં આવ્યાં છે : (૧) બાલા, (૨) ક્રીડા, (૩) મંદા, (૪) બલા, (૫) પ્રજ્ઞા, (ક) હાયની, (૭) પ્રપંચા, (૮) પ્રચારા, (૯) મુમુખી અને (૧૦) શાયની.
એક રાજસ્થાની લોકોકિત પ્રમાણે માણસના આ દસ દસકા કેવા હોય છે તે બતાવતાં કહેવાયું છે :
તો મચે ગોળનું ૨ | * ૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org