________________
સારી ફાવટ આવતી જાય છે. પકડાવાનો હવે ડર ઓછો થતો જાય છે કારણ કે પોલીસતંત્ર સડેલું અને ભળેલું હોય છે.
વ્યાવસાયિક અપહરણના ઘણાખરા કિસ્સાઓમાં નાણાંની ચૂકવણી થાય છે. કોઈને નાણાં ચૂકવવું ગમતું નથી, પરંતુ ન ચૂકવે તો અપહરણ કરાયેલી વ્યક્તિનો જાન જોખમમાં હોય છે. એક બાજુ નાણાંની મોટી રકમ અને બીજી બાજુ પોતાના સ્વજનનું મૃત્યુ એ બેની વચ્ચે પસંદગી કરવાની હોય ત્યારે દેખીતી રીતે જ માણસ ગમે તે ભોગે પોતાના સ્વજનને છોડાવવાનો પ્રયત્ન કરે છે. અપહરણ કરાયેલી વ્યક્તિ જીવતી પાછી ફરે છે, પરંતુ કેટલીક વાર તેવી વ્યક્તિઓનું જીવન ધૂળધાણી થઈ જાય છે. આર્થિક પાયમાલી તો હોય છે, પરંતુ માનસિક ત્રાસમાંથી જે રીતે તેઓ પસાર થાય છે તેને પરિણામે તેવી કેટલીક વ્યક્તિઓ માનસિક રીતે ભાંગી પડે છે અને જીવનભર તેની વ્યથા ભોગવે છે.
અપહરણ થયું ન હોય, થવાની શક્યતા પણ ન જણાતી હોય, તો પણ એક વખત અપહરણની ધમકીનો સંદેશો સીધી કે આડકતરી રીતે પોતાને મળે છે ત્યારે માણસ વિમાસણમાં મુકાઈ જાય છે. નીડરતાનો દાવો કરનારા કેટલાક માણસો પણ એવે વખતે અસ્વસ્થ થઈ જાય છે.
. જો કાયદો અને વ્યવસ્થા બરોબર જળવાતાં હોય અને પોલીસતંત્ર સંનિષ્ઠ, ફરજ માટે તત્પર, નીડર અને જાગ્રત હોય તો અપહરણના કિસ્સા ઓછા બને. ગુપ્તચર સંસ્થા અનેક કાવતરાંઓની અગાઉથી ગંધ મેળવીને તેને વેળાસર નિષ્ફળ બનાવી શકે છે, પરંતુ આવી કાબેલ ગુપ્તચર સંસ્થાઓ દુનિયાના ઘણા ઓછા દેશોમાં રહી છે. ગીચ વસ્તીવાળા દેશોમાં તો તે બહુ સફળ થઈ શકતી નથી. આજે અપહરણ કરીને ભાગી જવા માટેનાં ઝડપી વાહનોની સુલભતા અને સંતાઈ જવાના આવાસો એટલા બધાં વધી ગયાં છે કે પોલીસતંત્ર પણ એને પહોંચી શકે તેમ નથી. ગુનેગાર સશસ્ત્ર હોય છે, એટલે શસ્ત્રરહિત માણસો તેમનો સામનો કરવાને કે પીછો પકડવાને અશક્ત હોય છે. પોલીસને માહિતી આપતાં પણ તેઓ ડરે છે. હવે તો એક દેશમાં ગુનો કરીને વિમાન દ્વારા ચૂપચાપ બીજા દેશમાં ભાગી જવું એટલું બધું સરળ બની ગયું છે કે કેટલાય એવા ગુનાઓને તો અટકાવી ? શકાશે નહિ. કેટલાય દુશ્મન દેશો આવા ગુનેગારોને રક્ષણ આપે છે, એટલું જ નહિ ઉત્તેજન પણ આપે છે.
અપહરણના કિસ્સાઓ જેમ જેમ વધુ બનતા જાય છે અને સફળ થતા જાય છે તેમ તેમ ભારત સરકારની પ્રતિષ્ઠા હલકી પડતી જાય છે.
૧૯૨ * સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org