________________
પ્રજાને સરકારની કાબેલિતમાંથી વિશ્વાસ ઊઠતો જાય છે. આંતરરાષ્ટ્રિય ક્ષેત્રે ભારતને નીચું જોવાનું થાય છે. આથી જ કેટલાક અપહરણના કિસ્સાઓમાં શ્રીમંતો ઇચ્છે છે કે સરકાર અમારી વાતમાં વચ્ચે ન પડે તો સારું. અમે અમારી રીતે અમારું કામ સરકાર કરતાં સારી રીતે પતાવી શકીશું. કેટલાક અપહરણના કિસ્સાઓ સરકારની દખલગીરીથી બગડ્યા છે કે વિલંબમાં પડી ગયા છે એ સાચું, તો પણ સરકાર વચ્ચે ન આવે તે કેમ ચાલે ? સરકારની એ જવાબદારી છે. જો શ્રીમંતોના કહેવાથી સરકાર ઢીલું મૂકે તો આ પ્રકારના ગુનાઓ વધતા જ જવાના. જેની પાસે ચૂકવવા માટે નાણાં નથી તેવી વ્યક્તિઓને વધુ સહન કરવાનું થાય.
વસ્તુત: ભારતમાં સરકારે રાજ્ય કક્ષાએ અને કેન્દ્ર કક્ષાએ પોતાના પોલીસતંત્રને અને પોતાની ગુપ્તચર સંસ્થાને વધુ જાગ્રત અને કાર્યક્ષમ બનાવવાની જરૂર છે. દુનિયામાં સ્કૉટલૅન્ડ યાર્ડનું બ્રિટિશ પોલીસતંત્રનું નામ એટલું મશહુર હતું કે કોઈ પણ ગુનેગારને ચોવીસ કલાકમાં તે પકડી શકતું. એની શાખ પહેલાં જેવી હવે નથી રહી તો પણ એની ધાક તો રહી જ છે. ભારતના પોલીસતંત્રોની શાખ નથી રહી અને ગુનેગારોને તેની ધાક પણ નથી. રહી. પોલીસતંત્રની સાથે સાથે કાયદાની પરિસ્થિતિ પણ ઘણી વિચિત્ર છે. જ્યારે ન્યાયાધીશો અને વકીલો પ્રામાણિક હતા ત્યારે પણ ચુકાદો આવતાં અને ગુનેગારોને સજા થતાં વર્ષો નીકળી જતાં, તો હવે જ્યારે ખુદ ન્યાયાધીશો અને વકીલોની પ્રતિષ્ઠા ઝાંખી થઈ ગઈ છે ત્યાં ન્યાય માટે કેટલી આશા રાખી શકાય છે ? ગુનેગારોને હવે શરમ નથી રહી, ચિંતા નથી રહી ડર નથી રહ્યો... “તો પછી હું તને કૉર્ટમાં જોઈ લઈશ” એવી ધમકી ઉચ્ચારી ન્યાય મેળવવાનો પ્રયત્ન કરનાર હવે હાંસીપાત્ર ગણાવા લાગ્યો છે.
માત્ર અપહરણના જ નહિ, બધી જાતના ગુનાઓની બાબતમાં પરિસ્થિતિને સુધારવી હોય તો સરકારે કાયદાઓમાં, વ્યવસ્થામાં અને પોલીસતંત્રમાં ધરખમ ફેરફાર કરવા પડશે. બીજાં અનેક ફાલતું ખાતાંઓના ફાલતુ ખર્ચા બંધ કરીને પોલીસતંત્રને વધુ સુદઢ કરીને પ્રજાજીવનને સુરક્ષિત બનાવવા તરફ સરકારે વધુ લક્ષ આપવાની જરૂર છે. અપહરણના કિસ્સાઓમાં તો સરકારે વધુ કડક કાયદાઓ કરવાની જરૂર છે કે જેથી ગુનેગારોને તેનો ડર રહે.
અપહરણમાં છૂટ્યા પછી કેટલીક વિગતો અવશ્ય બહાર આવે છે. વ્યક્તિઓનાં નામ પણ બહાર આવે છે, પરંતુ તેવી કેટલીયે વ્યક્તિઓ
અપહરણ : ૧૯૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org