________________
પ
બળાત્કાર
છેલ્લા કેટલાક સમયથી દુનિયાભરમાં બળાત્કારના કિસ્સા વધવા લાગ્યા છે. મુંબઈ કે કોલકાતા જેવા શહેરોમાં બે-ચાર દિવસે આવી એકાદ ઘટના બન્યાના સમાચાર અખબારોમાં છપાય છે. વધતી જતી આ પ્રવૃત્તિ અંગે સરકારોએ અને સમાજધુરીણોએ સવેળા સચિત થવું ઘટે છે.
પહેલાં બળાત્કારના એકલદોકલ કિસ્સાની બહુ જાહેરાત થતી નહિ. હવે તો પોલીસને ચોપડે કેસ નોંધાયો કે તરત અખબારોમાં એને પ્રસિદ્ધ મળી જાય છે. ક્યારેક તો અખબારો પણ આવા કિસ્સાઓને છાપવામાં રસ ધરાવતાં હોય એમ લાગે. લોકજાગૃતિની દૃષ્ટિએ એને પ્રસિદ્ધ મળે તો તે યોગ્ય ગણાય, પરંતુ અખબારનો ફેલાવો વધારવાની દૃષ્ટિથી કે વાચકોની અપરુચિને પોષવાની દૃષ્ટિથી એવા કિસ્સાઓને વિગતે ચમકાવવામાં આવે તો તે યોગ્ય નથી. પરંતુ એટલું તો નિશ્ચિત છે કે દુનિયામાં જેમ વસ્તી વધી છે તેમ બળાત્કારનું પ્રમાણ પણ વધ્યું છે. કોઈ ગુંડાઓએ મોડી રાતે રસ્તામાં એકલી જતી મહિલા ઉપર બળાત્કાર કર્યો હોય, તેને ફોસલાવીને તેનો લાભ લેવાયો હોય, કોઈ શાળાના શિક્ષકે લેસન શીખવવાના બહાને સગીર વયની વિદ્યાર્થિનીને શાળા છૂટ્યા પછી રોકી રાખીને એના ઉપર બળાત્કાર કર્યો હોય, કોઈ સિત્તેર વર્ષના ડોસાએ બે વર્ષની બાળકી સાથે ચેષ્ટા કરી હોય, કોઈ ડૉક્ટરે નર્સ ઉપર કે જેલરે કે પોલીસે મહિલા કેદી ઉપર, કોઈ ઘનાક્ય શેઠે મહિલા નોકરાણી ઉપર કે કોઈ નોકરે યુવાન શેઠાણી ઉપર કે શેઠની દીકરી ઉપર કુકર્મ કર્યું હોય
૧૯૬ સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org