________________
એવા એવા ભાતભાતના કિસ્સાઓ વખતોવખત છાપાંઓમાં ચમકે છે. ભારતમાં અને વિદેશોમાં સાધુ સંન્યાસીઓ કે પાદરીઓએ બળાત્કાર કર્યો હોય એવા કિસ્સાઓ પણ છાપાંઓમાં વાંચવામાં આવે છે.
બળાત્કાર એટલે બીજાના ઉપર બળ વાપરીને સંતોષેલી પોતાની ઇચ્છા. અન્ય વ્યક્તિની સદંતર અનિચ્છા અને અસહકાર હોવા છતાં પરાણે તેને પકડીને અને વશ કરીને પોતાની જાતીય ઇચ્છા સંતોષવાનો પ્રયત્ન કરવાની આવી અક્ષમ્ય ઘટનાઓ અનાદિકાળથી ચાલી આવે છે.
બળનો ઉપયોગ માત્ર જાતીય વૃત્તિના સંતોષ માટે થાય છે એવું નથી. કુદરતમાં એક જીવ બીજા જીવનું જ્યારે ભક્ષણ કરે છે ત્યારે તેને સમજાવીને, વહાલ કરીને તેનું ભક્ષણ કરતો નથી. તેને બળથી પકડવા પ્રયત્ન કરવો પડે છે. જંગલમાં ચિત્તા, વાઘ કે સિંહ પોતાના શિકારને પકડવા માટે દોડે છે. ત્યારે તેઓ વચ્ચે થતી ઝપાઝપીમાં ચિત્તા, વાઘ કે સિંહને પોતાનું બધું જ બળ વાપરવું પડે છે અને હરણ, બકરી, ઘેટું, ગાય કે ભેંસ જેવાં પ્રાણીને પરવશ બનાવીને, મારી નાખીને તેઓ ખાઈ જાય છે. પાણીની અંદર મગર અને એવા મોટા જીવો નાના જલચરોનું ભક્ષણ કરતા રહે છે. કોઈ પ્રાણી સ્વેચ્છાએ પોતાનું ભક્ષણ થવા દેતું નથી. પોતાનો જીવ બચાવવા માટે તે દોડી જાય છે અને પકડાય છે ત્યારે પોતાની બધી જ શક્તિ વાપરીને તે ઝૂઝવાનો પ્રયત્ન કરે છે. શિકારી પક્ષીઓ પોતાની ચાંચમાં માછલું પકડવાનો પ્રયત્ન કરે છે. માખી અને બીજાં જીવડાંઓ ઉપર તરાપ મારી ગરોળી તેને ખાઈ જાય છે. ઉદર, દેડકા વગેરેની પાછળ સાપ દોડે છે અને એને પકડવા તથા ખાઈ જવા પોતાની બધી શક્તિ વાપરે છે. જળચરોમાં મત્સ્યગલાગલ ન્યાય પ્રવર્તે છે. એટલે કે મોટી માછલી નાની માછલીઓને ગળી જવાનો પ્રયત્ન કરે છે. જીવસૃષ્ટિમાં નીવો ની વચ્ચે નીવન” જોવા મળે છે.
ભૂખની વાસના સંતોષવા માટે બળાત્કાર કરવાની આ કુદરતી વૃત્તિ માંસાહારી પ્રાણીઓમાં પડેલી હોય છે. એ શીખવવા માટે કોઈને પ્રયાસ કરવો પડતો નથી. જેમ આહાર સંજ્ઞા બળવાન છે તેમ ભય, મૈથુન અને પરિગ્રહની સંજ્ઞા પણ જીવોમાં બળવાન હોય છે. પ્રાણીસૃષ્ટિમાં પ્રથમ સહચાર, ત્યાર પછી પ્રેમ અને ત્યાર પછી કામભોગ એવો ક્રમ દરેક વખતે હોતો નથી. પોતાની મૈથુન સંજ્ઞા પ્રબળ બને ત્યારે તે માટે તેવાં પ્રાણીઓ. વિજાતીય પાત્રને વશ કરવા માટે બળનો ઉપયોગ કરે છે. કેટલાંક પ્રાણીઓની મૈથુન સંજ્ઞા ઋતુઓને આધીન હોય છે અને એવી ઋતુ ચાલુ
બળાત્કાર ૪૦ ૧૯૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org