________________
થતાં તે પ્રાણીઓ બહાવરાં બની જાય છે. તેઓ આમતેમ ભટકે છે અને તક મળે ત્યારે બળાત્કારે પોતાની વૃત્તિને સંતોષે છે. કામવાસનાનો આવેગ એકંદરે માદા કરતાં નરમાં વધુ હોય છે. તે જ્યારે અતિશય ઉગ્ર બની જાય છે ત્યારે તે પ્રાણી પોતાની જાતને અંકુશમાં રાખી શકતું નથી.
પ્રાણીસૃષ્ટિ કરતાં મનુષ્યની વાત જુદી છે. સામાન્ય રીતે મનુષ્યને આહાર માટે બળાત્કાર કરવાની જરૂર પડતી નથી. મનુષ્યની કામવૃત્તિ કોઈ નિશ્ચિત ઋતમાં મર્યાદિત નથી. ગમે ત્યારે ગમે ત્યાં તે પ્રવર્તી શકે છે. તો બીજી બાજુ કેટલાંક પશુઓમાં બને છે તેવો કામવાસનાનો એવો ઉન્માદ મનુષ્યના જીવનમાં આવતો નથી કે જેથી ઘણાં માણસોની વચ્ચે તે પોતાની જાત પરનો કાબૂ ગુમાવી દઈને ગમે ત્યારે ગમે ત્યાં અપકૃત્ય કરી બેસે. આમ એકંદરે સમાજની રચના કરીને રહેતો માણસ સમાજના નિયમોને સ્વીકારીને જીવન ગુજારી શકે છે, કારણ કે જાતીય વૃત્તિઓ ઉપર જાહેરમાં સંયમ રાખવાનું મનુષ્ય માટે અઘરું નથી. પરંતુ એકાંતમાં તક મળતાં કેટલીક વાર અજ્ઞાની, અસંસ્કારી, સ્વચ્છંદી કે શરાબનો નશો ચડેલો માણસ, પરિણામનો ખયાલ કર્યા વગર પોતાની વૃત્તિને વશ થઈ બળાત્કારનું અપકૃત્ય કરી બેસે છે.
પરસ્પર સંમતિ અને સહકારથી થતી વ્યભિચારની ઘટનાનું પ્રમાણ ઓછુંવતું દુનિયાની દરેક પ્રજામાં દરેક કાળમાં રહેલું છે. માનવજાતનું એ સનાતન અપલક્ષણ છે. એ અનૈતિક છે, પણ દરેક વખતે એ ગેરકાયદે હોય યા ન પણ હોય. પોતપોતાની સરકારના કાયદા ઉપર તે અવલંબે છે. બળાત્કાર અનૈતિક પણ છે અને ગેરકાયદે પણ છે.
બળાત્કારના કિસ્સાઓ એશિયાના દેશોમાં જેટલા બને છે તેટલી સંખ્યામાં બીજા દેશોમાં બનતા નથી. યુરોપ અને અમેરિકાના દેશોમાં લોકો એકંદરે સુશિક્ષિત હોય છે. સુશિક્ષિત સ્ત્રીઓ પોતાના હક્ક માટે અને કાયદેસરના રક્ષણ માટે ઘણી સભાન હોય છે. પરસ્પરની સ્વીકૃતિ અને સહકારથી થતા વ્યભિચારનું પ્રમાણ ત્યાં કદાચ ઘણું મોટું હશે, તો પણ સ્ત્રીની અનિચ્છા હોવા છતાં બળનો ઉપયોગ કરીને તેને વશ કરવાના કિસ્સાનું પ્રમાણ ત્યાં ઓછું જોવા મળે છે. વળી ત્યાં કાનૂની કાર્યવાહી ઝડપથી થતી હોવાને લીધે પણ ખોટું કરવામાં માણસને ડર વધુ રહે છે.
મધ્ય પૂર્વના ઇસ્લામ દેશોમાં જૂનવાણીપણાનું અને રૂઢિગ્રસ્તતાનું પ્રમાણ ઘણું મોટું રહેલું છે. સ્ત્રીઓના ફરવા ઉપર ત્યાં ઘણાં નિયંત્રણો
૧૯૮ ૪ સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org