________________
છે. વળી સ્ત્રી ઘરની બહાર નીકળે ત્યારે પોતાના માથાના વાળ ન દેખાય - એવી રીતે એને વસ્ત્રપરિધાન કરવાનું રહે છે. કેટલાક સમાજમાં તો બુરખાની પ્રથા પણ છે. બીજી બાજુ બળાત્કાર કે વ્યભિચાર માટે ત્યાંના કેટલાક પ્રદેશોમાં ફાંસીની અથવા જાહેરમાં ચાબખા મારવાની સજા થાય છે. આવી સજાનો પણ ત્યાં બહુ મોટો ડર રહે છે. આથી બળાત્કારના કિસ્સાઓનું પ્રમાણ એકંદરે ત્યાં ઓછું રહે છે.
મુંબઈ, કોલકાતા જેવાં ભારતનાં શહેરોની એક મોટી સમસ્યા એ છે કે લાખો પુરુષો પોતાનાં ઘરબાર છોડીને આજીવિકા માટે ત્યાં એકલા આવીને રહે છે. ઘણાખરા તો આખું વર્ષ આ રીતે એકલા રહે છે. એમાંના ઘણા પુરુષો જાતીય જીવનના ભૂખ્યા હોય છે. પરિણામે આવાં મોટાં શહેરોમાં રૂપજીવીનીઓનો વ્યવસાય વ્યાપક પ્રમાણમાં ચાલે છે. તેમ છતાંય કેટલાય પુરુષો પોતાની પ્રબળ કામવૃત્તિને કારણે કોઈકના ઉપર બળાત્કાર કરી બેસે છે.
વાસનાભૂખ્યો માણસ ક્યારે કેવું પાપ કરી બેસે એ કહી શકાય નહિ. બળાત્કારના કિસ્સાઓમાં આવા એકલા રહેતા માણસો જ સંડોવાય છે એવું નથી. કેટલાક તો એવી રીતે એકલા રહેવાને ટેવાઈ જાય છે. બીજી બાજુ ગૃહસ્થ જીવન ભોગવતા અસંયમી માણસો પણ શિકારની શોધમાં રખડતા હોય છે.
બળાત્કારના કિસ્સાઓ વધવાનાં કારણો ઘણાં છે. એકાંત અને સહચારનું પ્રમાણ વર્તમાન જગતમાં ચારે બાજુ વધી રહ્યું છે. બદલાતી જતી જીવનપદ્ધતિ પ્રમાણે ઘરો હવે મોટાં થવા લાગ્યાં છે. અલગ ઓરડાઓની વ્યવસ્થા વધી છે. ઓરડાઓમાં એકાંતમાં મળવાનું પ્રમાણ પણ વધવા લાગ્યું છે. મોટાં શહેરોમાં શ્રીમંતોનાં વિશાળ ઘરોમાં આખો દિવસ
નોકર-નોકરાણી એકલાં હોય અથવા યુવાન નોકર અને શાળા કે કૉલેજમાં ભણતી દીકરી એકલાં હોય. આવી સ્થિતિમાં પુરુષમાં ક્યારે અચાનક કામવેગ ઊછળશે અને તે બળાત્કાર કરી બેસશે એ કહી શકાય નહિ. કેટલાયે વ્યવસાયોમાં પુરુષ અને સ્ત્રી સાથે કામ કરતાં થયાં છે. ક્યારેક તેઓને ફરજ પર એકાંતમાં એકલાં રહેવાનું બને છે. આવાં કારણે પણ અણઘટતી છૂટ લેવાની ઘટનાઓ બને છે.
મોટાં શહેરોમાં મોટી મોટી હોટેલોની સંખ્યા વધતી જાય છે. એને કારણે એકાંતમાં મળવાની વ્યવસ્થા પણ વધતી જાય છે. પરિણામે
બળાત્કાર # ૧૯૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org