________________
જોઈએ. બલ્લું મુક્ત છે માટે તે નિમ્ન કોટિનો છે એમ માનવાને વધારે કારણ છે.
પશુપક્ષીઓ પાસે મનુષ્ય જેવો બૌદ્ધિક વિકાસ નથી કે મનુષ્ય જેટલી પ્રારાત્મક શક્તિ નથી. માટે તેમનું જીવન બાહ્ય દૃષ્ટિએ કલહરહિત, શાંત અને સુખી દેખાય છે. પરંતુ તેમાં વિકાસ નથી. હજારો વર્ષ પછી પણ પશુ જીવનનું એવું જ પ્રાથમિક કક્ષાનું જીવન રહે છે. સ્ત્રીપુરુષના મુક્ત જાતીય સંબંધ માટે કુદરત તરફ પાછાં ફરવું એનો અર્થ એ કે ધ્યેયવિહીન, અર્થહીન, પ્રાથમિક કક્ષાના પશુજીવન તરફ પાછાં ફરવું.
પશુસૃષ્ટિમાં સંતાનોની સંભાળ ઝાઝો સમય રાખવાની હોતી નથી. અલ્પ કાળમાં બચ્ચાંઓ માતાપિતાની જેમ સ્વતંત્ર જીવન જીવતાં થઈ જાય છે. એવું જીવન શરૂ થયા પછી માતૃસ્નેહ, પિતૃસ્નેહ, સંતાનવત્સલતા, ઇત્યાદિ ભાવો તેમનામાંથી ઝડપથી ચાલ્યા જાય છે. એક જ સ્થળે કુટુંબ કરીને રહેવાનું પણ પશુસૃષ્ટિમાં બહુ જ ઓછું જોવા મળશે. પ્રેમ, સ્વાર્થત્યાગ, સ્વાર્પણ, દયા, ન્યાય, નીતિ ઇત્યાદિ ઉચ્ચતમ કોટિના ભાવો મનુષ્ય જીવનમાં જેમ જોવા મળે છે તેવા પશુસૃષ્ટિમાં જવલ્લેજ જોવા મળશે. વસ્તુત: એનો એમાં અવકાશ જ બહુ હોતો નથી.
માનવ-બાળકને ઊછરતાં અને વિકસતાં ઝાઝો સમય લાગે છે. સવાદોઢ વર્ષ પછી તો માનવશિશ બોલતાં શીખે છે. પોતાના વિચારને વ્યક્ત કરતાં ઠીક ઠીક વાર લાગે છે. પાંચ-સાત કે એથી પણ વધુ વર્ષ સુધી બાળકની સંભાળ લેવાની જરૂર રહે છે. એટલે કે પ્રાણીઓ કરતાં મનુષ્યનેપતિપત્નીને બાળકના ઉછેર નિમિત્તે વધુ સમય સાથે રહેવું પડે છે. એને કારણે જ પતિ-પત્ની અને સંતાન વચ્ચે કુટુંબભાવ વિકસે છે. એથી જ કુટુંબના નિર્વાહની વ્યવસ્થા માટે પ્રાણીઓ કરતાં મનુષ્યને વધુ સમય અને શક્તિ આપવાં પડે છે. એટલે જ પશુસૃષ્ટિ કરતાં મનુષ્યજીવન સ્વેચ્છાએ, હર્ષથી વ્યવસ્થાના બંધનમાં મુકાવાનું પસંદ કરે છે.
ઘણાંખરાં પ્રાણીઓમાં જાતીય જીવન માટે ઋતુકાળ નિશ્ચિત હોય છે. સંતાનોત્પત્તિનો કાળ પણ નિશ્ચિત હોય છે. મનુષ્યના જાતીય જીવનને પાંગરવાને પશુઓએ કરતાં વધુ સમય લાગે છે અને પાંગર્યા પછી ઋતુઓના બંધન વિના તે સતત ચાલ્યા કરે છે. આથી પણ પ્રાણીઓ કરતાં વસ્ત્રધારી મનુષ્યની સ્થિતિનો અલગ દૃષ્ટિકોણથી વિચાર કરવો આવશ્યક થઈ પડે
હજારો કે લાખો વર્ષ પૂર્વે મનુષ્યજીવન જ્યારે પ્રાકૃતિક દશામાં જંગલી
લગ્નસંસ્થાનું ભાવિ ૧૪૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org