________________
જીવન જીવતો હશે ત્યારે પશુ જેવું જ જીવન તે જીવતો હશે ! પરંતુ પ્રાણીઓ કરતાં ચડિયાતી પોતાની દૃષ્ટિશક્તિને અનુલક્ષીને તેણે પોતાના જીવનને વિશેષપણે વિકસાવ્યું છે. પશુસૃષ્ટિની જેમ મનુષ્યમાં પણ પુરુષ કે સ્ત્રીને એક કરતાં વધારે વ્યક્તિ સાથે જાતીય જીવન જોડવાની સંવેદના નથી થતી એમ નહિ, આદિકાળના એ સંસ્કારો છે. પરંતુ એ પ્રાકૃતિક સંસ્કારો ઉપર માનવજાતિ ક્રમે ક્રમે વિજય મેળવતી આવી છે. અનેક પેઢીઓએ પોતાની જાતને પોતાની પરિણીત વ્યક્તિ સાથેના જાતીય જીવનમાં મર્યાદિત અને સંયમિત રાખળાનું કપરું કાર્ય કર્યું છે. પોતાના પૂર્વજોએ ઘણો ભોગ આપ્યો હશે ત્યારે મનુષ્ય આ સંયમિત દશાએ પહોંચ્યો છે. બહુ પત્નીવાળી કે બહુ પતિવાળી સ્વીકૃત અને અધિકૃત લગ્નપ્રથાનો પણ માનવજાતે ઘણે અંશે ત્યાગ કર્યો છે.
આજનાં પતિપત્ની એકબીજાનાં સાહચર્યમાં જ જીવનપર્યત આનંદ અને સંતોષને અનુભવી શકે છે તેની પાછળ હજારો પેઢીઓએ ક્રમે ક્રમે વિકસાવેલું સંયમ અને સંસ્કારનું બળ રહેલું છે. પતિવ્રતાપણું અને સ્વદારાસંતોષ એ લગ્નજીવનનો આદર્શ છે.
ભારતીય સંસ્કૃતિની વાત કરીએ તો આ સંયમ સંસ્કાર બીજી કેટલીક પ્રજાઓ કરતાં સવિશેષ ચડિયાતા છે. આપણા પૂર્વજોએ સગોત્ર લગ્નનો નિષેધ કરીને માનવજાતિના સૂક્ષ્મ વિકાસ માટેનું એક દીર્ઘદર્શી પગલું ભર્યું હતું. સામાન્ય ભારતીય હિન્દુ કે જૈન યુવકયુવતીને કાકા-મામાના કે ફોઈમાસીના દીકરા-દીકરી પ્રત્યે કામવાસના થતી નથી એવી સહજ સ્થિતિ જે પ્રવર્તે છે તેની પાછળ પણ હજારો પેઢીઓએ સ્વેચ્છાએ સ્વીકારેલાં ત્યાગસંયમ રહેલાં છે. નવું લોહી ન આવે અને એક જ પેઢીનું લોહી અંદર અંદર ફર્યા કરે તો એ પેઢી સમય જતાં નિસ્તેજ અને શક્તિહીન થતી જાય એવું આજના વૈજ્ઞાનિકો પણ કહે છે. ભારતમાં બહારથી આવેલી અથવા વટલાયેલી કેટલીક જાતિઓમાં અથવા દુનિયાની કેટલીક આદિવાસી જાતિઓમાં માંહોમાંહે લગ્નને કારણે પ્રજોત્પત્તિનું પ્રમાણ ઘટી ગયું છે. ભગવાન ઋષભદેવના સમયમાં યુગલિક જીવન હતું. ભાઈ-બહેન પરસ્પર પરણતાં, પરંતુ માનવજીવનના વિકાસ માટે તેમ ન કરવા ભગવાન ઋષભદેવે ઉપદેશ આપ્યો હતો. મુક્ત વિહાર, મુક્ત સહચાર કે મુક્ત પ્રેમ એ વ્યભિચારનું રૂપાળું નામ છે. જેઓ એકલવિહારી છે, સ્વચ્છંદી છે, વિલાસી છે, લંપટ છે, વકરેલા છે, દાંપત્યજીવનના દુઃખી છે તેને માટે મુક્ત સાહચર્યની વાત મનગમતી છે. પરંતુ જેઓ સ્વસ્થ છે, સ્થિર
૧૪૮ સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org