________________
તો અજાણી જગ્યાએ પોતાના માણસો સાથે ખાનગી વાતચીત કરતાં અત્યંત સાવધ રહેવું પડે એવી સ્થિતિ હવે સર્જાતી જાય છે.
| વિમાનો દ્વારા બીજા રાજ્યની સરહદમાં ઘૂસી જઈને ફોટાઓ લેવાની વાત હવે જૂની થઈ ગઈ છે. ઉપગ્રહોમાં ગોઠવેલા મોટા કૅમેરાઓ દ્વારા દુશ્મનના રાષ્ટ્રની ઝીણામાં ઝીણી હિલચાલની બધી જ માહિતી તત્પણ મેળવી શકાય છે. સોવિયત સંઘે તો બારે માસ અવકાશમાં અવકાશયાત્રીઓની કોઈ ને કોઈ ટુકડી ફર્યા કરતી રહે અને ત્યાંથી ફોટાઓ લીધા કરે એવી વ્યવસ્થા કરી છે. પૃથ્વી પર પાછા ફર્યા વિના અવકાશમાં લગભગ બાર મહિના અવકાશયાત્રીઓ રહ્યા કરે એવા વિક્રમો સ્થપાવા માંડ્યા છે. ઉપગ્રહોના કૅમેરાઓ દ્વારા બધી માહિતી ઝડપાઈ ન જાય એટલા માટે તો અમેરિકાએ અને વિશેષત: સોવિયેત સંઘે કેટલાંક ભૂગર્ભ સ્ટેશનો, ભૂગર્ભ લશ્કરીમથકો ઊભાં કર્યા છે.
જે દેશોમાં સરમુખત્યારશાહી છે, વાણી-સ્વાતંત્ર્ય નથી અને જાસૂસી ઘણી છે એ દેશોની પ્રજા પોતાનું જીવન ભયમાં વિતાવે છે. અજાણ્યાની સાથે વાત કરતાં ડરે છે એટલું જ નહિ, ઘરનાં સ્વજનો સાથે પણ વાત કરતાં ગભરાય છે. દીવાલોને પણ કાન છે એ રૂઢપ્રયોગથી આગળ વધીને હવાને પણ કાન છે ત્યાં સુધી દુનિયા પહોંચી છે.
રાજકીય અત્યાચારનો ભોગ બનેલા માણસો આવા સરમુખત્યારશાહીવાળાં રાષ્ટ્રોમાંથી જાન બચાવીને ભાગી છૂટે છે ત્યારે તે પોતાને આશ્રય આપનાર રાષ્ટ્રને ઘણી બધી ગુપ્ત માહિતી પૂરી પાડે છે.
ગુપ્તચરો દ્વારા મેળવેલી માહિતી હમેશાં સાચી હોય એવું નથી. કેટલીક વખત તો ઈરાદાપૂર્વક ગેરમાર્ગે દોરવનારી માહિતી પૂરી પડાય છે. એવી માહિતીને પ્રમાણભૂત માનનારા માણસો ગોથું ખાઈ જાય છે, સપડાઈ પણ જાય છે.
ગુપ્ત માહિતી મેળવવા માટે સારા માણસને પણ વશ કરનારી જે બાબતો છે તેમાં ધનપ્રાપ્તિ, વ્યસન અનુસાર મોટા મોજશોખ, રૂપાળી સ્ત્રીઓ સાથેના ભોગવિલાસ વગેરેને ગણાવી શકાય. શરૂઆત તરત એકદમ મોટી બાબતથી થતી નથી. આરંભમાં માત્ર દોસ્તી કેળવાય છે, ભેટસોગાદો અપાય છે, પાર્ટીઓ થાય છે અને બદલામાં માત્ર નકામી શુદ્ર માહિતી મેળવવા અંગે વાતચીત થાય છે. પછી માણસ જો લપટાય છે, ફસાય છે તો મોટી ગુપ્ત માહિતી ક્રમે ક્રમે ગણતરીપૂર્વક મેળવાય છે. મોટા ગુપ્તચરો એટલા હોશિયાર હોય છે કે તમે એના પાંજરામાં ક્યારે પુરાઈ
જાસૂસી અને રાષ્ટ્રદ્રોહ - ૩૦૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org