________________
નોંધ્યાં છે. જ્યાં આવું ધર્મ પરિવર્તન કરવાનો ઇન્કાર થયો છે, ત્યાં સંઘર્ષ અને કલેઆમ પણ મોટે પાયે થઈ છે. કેટલાક સુજ્ઞ, ઉદારદિલ રાજાઓએ પ્રજાને પોતપોતાના ધર્મ પાળવાની સ્વતંત્રતા પણ આપી છે.
પ્રજામાં જ્યારે વ્યાપક હિંસા પ્રવર્તે છે ત્યારે તેને તરત કાબુમાં લેવાનું સરકાર માટે પણ અઘરું બની જાય જાય છે. સરકારને માથે ધર્મસંકટ ઊભું થાય છે. વધારે બળ વાપરવામાં આવે તો ઘણી જાનહાનિ થાય છે અને સરકાર દોષપાત્ર ઠરે છે. જો ઓછું બળ વાપરે તો હિંસા જલદી કાબુમાં આવતી નથી. અને તેથી પણ સરકાર દોષિત ઠરે છે. સરકારે કેટલું બળ વાપરવું એનું કોઈ માપક યંત્ર હોતું નથી. પ્રજા જ્યારે રોષે ભરાય છે ત્યારે તે પણ ભાન ભૂલે છે અને પોતાની મર્યાદા ઓળંગીને વધુ પડતો સંહાર કરી બેસે છે.
કેટલાક નેતાઓ ઉશ્કેરણીજનક ભાષણો કે નિવેદનો કરીને લોકોમાં વેરનો અગ્નિ પ્રગટાવે છે. પરંતુ ક્યારેક તેનાં પરિણામ પોતે ધાર્યા હોય તેના કરતાં પણ વધુ ભયંકર અને વ્યાપક આવે છે. દિવસે દિવસે વધતી જતી વેરની જવાળાઓ પછી અંકુશમાં રહેતી નથી. હોળી સળગાવનાર નેતા પછીથી શાંતિ માટે ગમે તેટલાં નિવેદનો કરે તો પણ પછીથી લોકો એનું માનતા નથી. પરિસ્થિતિ કાબુ બહાર આવી જાય છે. આવી પરિસ્થિતિમાં સ્વપક્ષે પણ ઘણું નુકસાન થાય છે. એવા નુકસાનની નેતાઓએ કલ્પના કરી હોતી નથી. પાછળથી તેઓને પસ્તાવાનો વારો આવે છે. પરંતુ એવો પશ્ચાત્તાપ જાહેરમાં વ્યક્ત કરવાની નૈતિક હિંમત હવે કોનામાં છે ?
લઘુમતીના પ્રશ્નો અનાદિકાળથી છે અને અનંતકાળ સુધી રહેશે., કુદરતમાં જ અસમાનતાનું તત્ત્વ રહેલું છે. અસમાનતા એ જીવનની સ્વાભાવિક સ્થિતિ છે, કુદરતી ક્રમ છે. તે સ્વીકારીને માણસ જો ચાલે તો તે સાચા સુખનો અનુભવ કરી શકે છે. એક નાનું સરખું કુટુંબ એ અસમાનતા વચ્ચે સંવાદિતાનું ઉત્તમ પ્રતીક છે. કુટુંબમાં સ્ત્રીપુરુષનો ભેદ આવશ્યક છે. વળી કુટુંબના બધા સભ્યોની ઉમર સરખી હોતી નથી, બધા સભ્યોની આકૃતિ, ઊંચાઈ, વજન, સ્વભાવ, આવડત, બૌદ્ધિક સ્તર જુદાં જુદાં હોય છે છતાં કુટુંબ સુખ-શાંતિથી પોતાનું જીવન ગુજારે છે. કારણ કે એના પાયામાં સંવાદિતાનું, સહકારનું, સહિષ્ણુતાનું, પ્રેમનું તત્ત્વ રહેલું
છે.
વૈવિધ્યમાં એકતા એ કુદરતનું તેમ માનવજાતિનું એક શુભ લક્ષણ
૩૫૬ સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org