________________
काली पव्वंग संकासे, किसे धमणिसंतए ।
मायण्णे असण-पाणस्स अदीणमणसो चरे ।। શરીર કૃશ એટલે દુબળું-પાતળું થઈ ગયું હોય, આખા શરીરની નસો દેખાતી હોય, ધમણની માફક શ્વાસોચ્છવાસ ચાલતા હોય, અંગો કાગડાની જાંઘ જેવાં થઈ ગયાં હોય છતાં આહાર પાણીની મર્યાદાને જાણવાવાળો સાધુ મનમાં દીનતાનો ભાવ ન લાવે, અદીનભાવથી વિચરે.
કોઈ માણસે તપશ્ચર્યા કરી હોય ત્યારે પોતે આહારનો સ્વેચ્છાએ ત્યાગ કર્યો હોય છે. એટલે પોતાને ખાવાનું મળી શકે એમ હોવા છતાં ખાવું નથી એ ભાવ રહે છે. એમાં પ્રસન્નતા ટકાવી રાખવી જોઈએ. એ અઘરી નથી. પરંતુ તપશ્ચર્યા ન કરી હોય અને કકડીને ભૂખ લાગી હોય, શરીર અશક્ત થઈ ગયું હોય તે વખતે ખાવાનું ન મળે તો દીનતાનો ભાવ આવે. ત્યારે ભૂખથી માણસ પરાભવ પામે છે અને ખાવાનું મળે તો પોતે રાજી રાજી થઈ જાય છે. પરંતુ આવી પરિસ્થિતિમાં આહારપાણી ન મળે તો પણ સંયમી સાધકોએ પ્રસન્નતા રાખવી જોઈએ. દીનતા ન બતાવવી જોઈએ. કેટલાક તો એવા અજાચક વ્રતધારી હોય છે કે જેઓ પોતાની જરૂરિયાતની વસ્તુ માટે સામેથી ન કહે, ન માંગે, પણ પ્રેમથી ચલાવી લે.
- સાધુ ભગવંતોને પોતાના સત્ત્વની કસોટી કરે એવી એક વાત તે ગોચરી વહોરવાની છે. કોઈ ઘરે વહોરવા જાય અને કશું વહોર્યા વગર પાછા ફરવું પડે ત્યારે પોતાના ચિત્તની દશાને તપાસી જોવા જેવી છે. જે ગ્રામ-નગરમાં ઘણાં ઘરો હોય ત્યાં તો મનમાં એમ થાય કે એક નહિ તો બીજે ઘરેથી ગોચરી વહોરવાની મળી રહેશે. પણ જ્યાં નાના ગામમાં કે મોટા શહેરના અમુક વિસ્તારમાં ઓછાં ઘર હોય ત્યારે સૂઝતો આહાર ન મળે તો મનમાં દીનતા ન આવવા દેવી જોઈએ. વળી જ્યાં ગોચરી વહોરવા જાય અને આદરસત્કાર ન મળે અથવા ઘરના સભ્યોનો ગોચરી વહોરાવવા માટે કોઈ ઉત્સાહ ન જોવા મળે ત્યારે પોતાના મનના ભાવ ન બગડવા જોઈએ.
સંયમી શ્રમણો માટે અહીં ભૂખ અને આહારની વાત કરવામાં આવી છે. શ્રમણો ઉપરાંત શ્રાવકોના, તમામ મનુષ્યોના જીવનમાં દીનતાના પ્રસંગો આવે છે. માત્ર આહાર જ નહિ, બીજી અનેક બાબતો માણસને દીન બનાવી દે છે. ઈષ્ટનો વિયોગ અને અનિષ્ટનો સંયોગ માણસ પાસે દીન વચનો ઉચ્ચાવરાવે છે. એટલા માટે જ કહેવાયું છે કે, ન મવિના તીર્થ
મરી,મો ઘરે ૮૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org