________________
૧૧ अदीणमणसो चरे ।
- ભગવાન મહાવીર
[ અદીનભાવથી વિચરવું]
ભગવાન મહાવીરે સાધુઓ માટે, સંયમી માટે બાવીસ પ્રકારના પરીષહ બતાવ્યા છે. પરીષદ અને ઉપસર્ગ એમ બે શબ્દો સાથે બોલાય છે. ઉપસર્ગ ભયંકર હોય છે. ક્યારેક તું મારણાત્તિક એટલે કે મૃત્યુમાં પરિણમનાર હોય છે. પરીષહ ઉપસર્ગ કરતાં હળવા હોય છે. એમાં કષ્ટ સહન કરવાની વાત છે. એમાં તાત્કાલિક મૃત્યુનું કોઈ જોખમ હોતું નથી.
સુધા, તૃષ્ણા, ટાઢ, તાપ, ડાંસમચ્છર, રોગ, માનાપમાન વગેરે પરીષહો સહન કરવાની ટેવ સાધુએ પાડવી જોઈએ. એ સહન કરતી વખતે સાધુએ મનમાં દીનતા, લાચારી, મજબૂરીનો ભાવ ન લાવવો જોઈએ, કારણ કે સાધુએ પરીષહો સ્વેચ્છાએ સ્વીકારેલા હોય છે. આવાં કષ્ટ વખતે સાધુના ચિત્તમાં પ્રસન્નતા હોવી જોઈએ. એ પ્રસન્નતા એમના ચહેરા પર પણ દેખાવી જોઈએ. જેમ સાધુ માટે તેમ શ્રાવક માટે પણ કહી શકાય. શ્રાવકે પણ કષ્ટો સ્વેચ્છાએ પ્રસન્નતાપૂર્વક સહન કરતાં શીખવું જોઈએ.
ઉત્તરાધ્યયનસૂત્રના “પરીષહ” નામના બીજા અધ્યયનમાં ભગવાન મહાવીર સ્વામીએ સાધુને ભલામણ કરતાં કહ્યું છે :
૮૪ % સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org