________________
વિચારકો બીજી દૃષ્ટિએ વિચારે એમ બનવું સ્વાભાવિક છે, પરંતુ આ વૈચારિક મતાન્તર રાજકીય આંદોલનનું સ્વરૂપ ધારણ કરે ત્યારે પ્રશ્ન હોય તેના કરતાં વધુ ઉગ્ર બને છે.
જે બંધનાં પાણી પોતાના જ રાજ્યમાં કે પોતાના રાષ્ટ્રમાં રહેતાં હોય તે બંધનાં પાણીમાં ડૂબતાં ગામોના લોકોના પુનર્વસવાટ અને તેમની આજીવિકાનો પ્રશ્ન મુખ્યત્વે તે રાજ્યનો કે રાષ્ટ્રનો પોતાનો જ રહે છે. એટલે તેમાં વિધવાનો અવકાશ પ્રમાણમાં ઓછો હોય છે. ભારતમાં નાનામોટા ઘણા બંધ બંધાયા છે, પરંતુ તેમાં આંદોલનો ખાસ થયાં નથી. નર્મદા બંધ એ એક આંતર-રાજ્ય બંધ છે. ગુજરાતની મોટામાં મોટી નદી નર્મદા છે, પરંતુ તેના ઉપર જો બંધ બાંધવામાં આવે તો તેનું પાણી ગુજરાતની હદમાં જેટલું રહે તેના કરતાં કુલ વધુ પાણી મધ્ય પ્રદેશમાં અને મહારાષ્ટ્રમાં રહે. પોતાના રાજ્યની હદમાં પારકા રાજ્યના બંધનું પાણી આવી જાય તો સ્વાર્થનો પ્રશ્ન ઊભો થાય. બહુ મથામણને અંતે બંધની ઊંચાઈ, પાણીની વહેંચણી, વીજળીની વહેંચણી, ડૂબી જતાં ગામોનો પુનર્વસવાટ, પર્યાવરણ અને જંગલોના પ્રશ્નોનું નિરાકરણ થાય છે. તો પણ ભારતમાં લોકશાહી અને પ્રજા-પાકોરના નામે કેટલાંક આંદોલન વિકાસ યોજનાઓને વિલંબમાં નાખી દે છે. નર્મદા યોજના તેનું મોટું દષ્ટાંત છે.
નિષ્ણાતોની સાથે બેસીને અભ્યાસ કર્યા વગર, હેતુ અને કાર્ય પૂરાં સમજ્યા વગર, આંદોલનો ઉપાડવાં તેમાં બહુ ડહાપણ રહેલું નથી. લોકશાહીમાં આંદોલનો વગર લોકજાગૃતિ આવતી નથી અને સરકારને પ્રજાના વલણની પૂરી સમજ મળતી નથી એ સાચું છે, તો પણ આંદોલનોમાં ઉપસ્થિત રહેનાર માનવસમુદાયની સંખ્યા ઉપરથી તેનું માપ કાઢવું એ કેટલીક વાર ગેરરસ્તે દોરનારું બની શકે છે. વસ્તુત: લોકશાહીને નામે આંદોલનોમાં ઘણી વાર લોકોનાં સમય અને શક્તિનો અકારણ ઘણો બધો દુર્વ્યય થાય છે.
લોકોને પીવા માટે સારું પાણી મળી રહે, ખેતી માટે, વેપાર-ઉદ્યોગ માટે, વીજળી માટે, અન્ય વ્યવસાયો માટે, સરસ આબોહવા અને પર્યાવરણ માટે પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે એ કોઈ પણ બંધનું મુખ્ય પ્રયોજન હોવું જોઈએ. પાણીની વહેંચણી માટે આંતરસંઘર્ષ ન થાય, સંકુચિત દ્વેષયુક્ત રાજ્યવાદ કે જિલ્લાવાદ ન વધે અને ઉદાર રાષ્ટ્રવાદ તથા વૈશ્વિક માનવતાવાદની ભાવના પ્રસરી રહે તો બંધની સાર્થકતા વધુ લેખાય.
રેવા માતાના આશીર્વાદ સમગ્ર વિશ્વ ઉપર વરસી રહો !
દુરારાધ્ય રેવામાતા = ૮૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org