________________
પૂરાવા લાગ્યાં છે. ગુજરાતનાં અને અન્ય રાજ્યોનાં ગામડાંઓ પોતે પૂરી પૂરાવા લાગ્યાં છે. ગુજરાતનાં અને અન્ય રાજ્યોનાં ગામડાંઓ પોતે પૂરી નાખેલાં, ગુમાવેલાં તળાવોને યાદ કરે તો સેંકડોની સંખ્યા થાય. (મુંબઈમાં પણ ધોબી તળાવ, ગોવાળિયા તળાવ, કાવસજી પટેલ તળાવ, ગિલ્ડર તળાવ, મુંબાદેવી તળાવ વગેરે તળાવો પૂરાઈ ગયાં અને હવે માત્ર નામમાં જ રહ્યાં છે.) વસ્તુત: એક તળાવ પૂરવાની આવશ્યકતા ઊભી થાય તો બીજું એક તળાવ ખોદવાની પ્રથાનું આયોજન થવું જોઈએ. વળી બેદરકારી કે ઉપેક્ષાને લીધે કેટલાંયે તળાવો જે ન્યાનાં અને છીછરાં થઈ ગયાં છે, એવાં તળાવોની પુનરચના થવી જરૂરી છે. જે પ્રજા માત્ર ઉપયોગિતાવાદી બની જાય છે અને સૌન્દર્યદષ્ટિ ગુમાવી બેસે છે તેને પોતાની જડતાની કિંમત ભવિષ્યમાં ચૂકવવાનો વારો આવે જ છે.
પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ અને આકાશ એ પાંચ મહાભૂતોમાં જળનું મહત્ત્વ વિશિષ્ટ પ્રકારનું છે. ઠેઠ પ્રાચીનકાળથી ઋષિમુનિઓ દિવસે કે રાત્રે, અમુક માસે કે ઋતુમાં પડતા વરસાદનાં પાણીનું અધ્યયન કરતા. ભારતમાં વરાહમિહિરે અને યુરોપમાં હિપોક્રેટસે પાણી વિશે ગ્રંથ લખ્યા છે. આપણી ધરતીમાં આશરે એક ભાગ જમીન અને ત્રણ ભાગ પાણીના પ્રમાણને કારણે જીવસૃષ્ટિનાં અસ્તિત્વ અને નિર્વાહ શક્ય છે. આમ છતાં પાણીની સમસ્યાઓ જુદા જુદા પ્રદેશોમાં જુદા જુદા સ્વરૂપે વારંવાર ઊભી થાય છે. ક્યાંક પાણીની અછત, તો ક્યાંક પૂર, ક્યાંક અનાવૃષ્ટિ તો ક્યાંક અતિવૃષ્ટિ, ક્યાંક પીવાના પાણીની સમસ્યા, તો ક્યાંક દૂષિત પાણીથી થતા રોગચાળાના પ્રશ્નો ઊભા થતા રહે છે.
- વર્તમાન સમયમાં જલસંચય માટેની જાગૃતિ આવકારકદાયક છે, કારણ કે દુનિયાની વધતી જતી વસતિને પહોંચી વળવા વધુ અને વધુ જલસંગ્રહની આવશ્યકતા ઊભી થતી જાય છે. કેટલાંયે રાષ્ટ્રોમાં સરકારી ખાતાઓ તરફથી વખતોવખત જળનીતિ જાહેર કરવામાં આવે છે. પાણીના પુરવઠા માટે વૈશ્વિક સ્તરે હવે વિચારણા થવા લાગી છે. ફક્ત એના આયોજન માટે બહુરાષ્ટ્રિય કંપનીઓ કાર્યરત બની છે. કેટલાયે દેશોમાં પાણીની વ્યવસ્થા ત્યાંની સરકારે ખાનગી કંપનીઓને સોંપી છે, એના મોટા લાભ છે અને ગેરલાભ પણ છે. એકવીસમી સદીમાં મોટા જલસંચયો નહિ હોય તો કેટલાયે માણસોને પાણી માટે ટળવળવાનો વારો આવી શકે છે. નદીઓ ઉપર વારિવારણ (બંધ) બાંધવાથી દુનિયાના ઘણા દેશો સમૃદ્ધ થયા છે. ઘણા સૂકા પ્રદેશો ફળદ્રુપ થયા છે. સિંચાઈની વિવિધ યોજનાઓ
૬૪ સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org