________________
અમલમાં આવી છે. અલબત્ત, એનું આયોજન રાજકીય નહિ પણ પર્યાવરણ, લોકોનું સ્થળાંતર વગેરે પ્રશ્નોની વિચારણા સહિત વૈજ્ઞાનિક દૃષ્ટિથી થવું જોઈએ. તેમ ન થાય તો પાણીના સંચય અને વહેંચણીના પ્રશ્નો સંઘર્ષ, વિગ્રહ અને રાષ્ટ્રો વચ્ચેનાં યુદ્ધોના નિમિત્ત બની શકે છે. એક ચિંતકે કહ્યું છે કે, Either the world's Water needs will be met, or the inevitable result will be mass starvation, mass epidemic and mass poverty, greater then anything we know to-day. Belell g દુનિયાના કેટલાક દેશોમાં પાણીના અધ્યયન, સંશોધન, આયોજન માટે વિવિધ દૃષ્ટિકોણથી વિચારણા થઈ રહી છે. ભવિષ્યમાં પીવાનું પાણી પણ કંપનીઓ દ્વારા જુદાં જુદાં ઘટક તત્ત્વોવાળું અને ગુણવત્તાવાળું ભિન્નભિન્ન નામથી પ્રચારમાં આવશે.
આધુનિક કાળમાં તો પાણીનું વૈકલ્પિક આયોજન પણ કરી રાખવું જોઈએ. પાણીની સમસ્યા યુદ્ધના વખતમાં અચાનક વિકટ બની જાય છે. સેનાને રણમોરચે પાણીનો પુરવઠો બરાબર મળવો જ જોઈએ. દુશમનોના બોમ્બમારાથી ઠેર ઠેર લાગેલી આગને ઓલવવા માટે પાણી જોઈએ જ. પરંતુ દુશમનની સેનાએ બોમ્બ કે રોકેટ દ્વારા, અજાણતાં કે ઇરાદાપૂર્વક પાણીની મોટી પાઈપોને તોડી નાખી હોય તો મોટા શહેરોમાં પાણીના પુરવઠાની ભયંકર સમસ્યા અચાનક ઊભી થઈ શકે છે. એ દૃષ્ટિએ કૂવા, કી વગેરેને પૂરતા પ્રમાણમાં સક્રિય રાખવાં જોઈએ એવો એક મત છે.
પીવાના પાણી કરતાં પણ ખેતીવાડી અને ઉદ્યોગોમાં પાણીનો વપરાશ વધી ગયો છે. કોશનાં પાણી બંધ થયાં અને નીક-નહેરનાં પાણી ચાલુ થયાં. એથી ખેતી સુધરી છે. પાક સારો થાય છે. પણ પાણીનો વપરાશ પણ ઘણો જ વધ્યો છે. એ વધતા જતા વપરાશને પહોંચી વળવા માટે જો વ્યવસ્થિત આયોજન ન થાય તો અછત દ્વારા અનેક સમસ્યાઓ ઊભી થઈ શકે છે.
દુનિયાભરમાં જે રીતે વસતિ વધતી રહી છે તે રીતે જોતાં ફક્ત પીવાના પાણીની જોગવાઈ પણ યોજનાબદ્ધ રીતે કરવાની આવશ્યકતા રહે છે. ગીચ વસતિ અને પાણીની ન્યૂનતાવાળા એશિયાઈ દેશોમાં દીર્ધકાલીન આયોજન હવે અનિવાર્ય બનતું જાય છે. કેટલાક દેશો સમુદ્રના પાણીને ક્ષારયુક્ત શુદ્ધ કરીને એનો ઉપયોગ કરે છે. આ પદ્ધતિ ઘણી ખર્ચાળ છે, પણ તેમ કરવા સિવાય ત્યાં છૂટકો નથી. વર્તમાન સમયમાં વૈજ્ઞાનિક સાધનો અને આધુનિક પદ્ધતિઓ વડે.
જલ જીવન જગમાંહિ ઝ૯ ૯૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org