________________
હવે તો રણપ્રદેશને લીલો, રળિયામણો બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. આરબ દેશો, ઇજિપ્ત, ઈઝરાયેલ વગેરેમાં ચાર-પાંચ દાયકામાં કેટલો બધો રણવિસ્તાર શીતળ, રહેવા લાયક આકર્ષક બનાવાયો છે એ તો ત્યાં ફરીએ તો નજરે જોવા મળે છે. આ ધરતી પાસે હજુ શતાબ્દીઓ સુધી વસવાટ વધારી શકાય એટલી બધી કોરી કુંવારી રેતાળ જમીન છે.
જૂના વખતનાં ઘરોમાં પ્રવેશતાં જ પાણિયાળું હોય છે. પાણિયારું ઘરની શોભા ગણાય. મોટા ઘરોમાં મોટાં પાણિયારાં રહેતાં. પાણીથી ભરેલાં માટલાં-બેઠાં હારબંધ જોવા મળે છે. ઉનાળામાં દસ પંદર દિવસ પાણી ન મળે તો પણ ઘરના સભ્યોને પીવાના પાણીની મુશ્કેલી ન પડે. પાણિયારું એટલે જીવનના અસ્તિત્વનો આધાર. દીવો પાણિયારે કરવામાં આવે. શ્રીમંત લોકો ઘરમાં ટાંકું કરાવે. ટાંકુ એટલે ભૂગર્ભ ટાંકી, નાના કૂવા જેવી પણ તે હોય. એમાં નેવાનાં ચોખ્ખાં નીર એકત્રિત કરી લેવામાં આવે. ટાંકુ ભરેલું હોય એટલે ઉનાળામાં નિશ્ચિતતા. આજે કૂવાની જેમ ટાંકુ પણ કાલગ્રસ્ત બની ગયું છે. પરંતુ એનો બોધપાઠ ભૂલવા જેવો નથી કે ભવિષ્યના કપરા દિવસોનો વિચાર કરી આજથી એનું આયોજન કરી લો. જીવનશૈલી બદલાઈ છે, આધુનિક સાધનોને લીધે રહેણીકરણીમાં પરિવર્તન આવ્યું છે એ ઈષ્ટ પણ છે, પણ બોધપાઠનું વિસ્મરણ થાય છે એ ઇષ્ટ નથી.
કૂવા, સરોવર કે નળ દ્વારા મળતું પાણી ફિલ્ટર કર્યા વગર પીવું નહિ એવી સભાનતા દુનિયામાં વધતી જાય છે. સમગ્ર અમેરિકામાં, કેનેડામાં તથા અન્ય કેટલાક દેશોમાં કોઈ ઘરે પાણીનાં માટલાં હોતાં નથી. સીધું નળમાંથી જ પી શકાય એવું ફિલ્ટર કરેલું શુદ્ધ પાણી ચોવીસ કલાક ત્યાં મળે છે. પરંતુ બીજા કાટલેકે દેશોમાં પાણીના શુદ્ધીકરણની યોજના એટલી સક્ષમ નથી કે નિશ્ચિતપણે નળનું પાણી ગટગટાવી શકાય. કેટલાયે રોગો પાણીના બેક્ટરિયા અને રસાયણો દ્વારા થાય છે. પાણી ત્યારે જીવનને બદલે મૃત્યુ બની રહે છે. એટલે હવે આખી દુનિયામાં “મિનરલ વોટરનો પ્રચાર ચાલ્યો છે. જો કે એ પણ કેટલા દિવસ સુધી તાજું અને સારું રહી શકે છે એ વિશે સંશોધનો ચાલે છે.
મનુષ્યને જલ પૂરું પાડવાની કુદરતે જાણે જવાબદારી લીધી હોય તેમ ઓછોવત્તો વરસાદ બધે જ પડતો રહે છે. સમુદ્રનું પાણી વાદળાં રૂપે જમીન પર વરસે છે અને વધારાનું પાણી પાછું સમુદ્રમાં ચાલ્યું જાય છે. પાણીની બાબતમાં મનુષ્યની સંગ્રહવૃત્તિનો પ્રકૃતિએ ક્યારેય વિરોધ
૬૬ સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org