________________
કર્યો નથી. જળસંચય માટે જમીન ખોદીને તળાવો કરવાની પદ્ધતિ પુરાણકાળથી ચાલી આવે છે. વર્ષાના પાણીથી કે ઓગળેલા બરફથી વહેતી નદીઓમાંથી નહેર કાઢવાની અને એ રીતે પાણીને સાચવી રાખવાની પ્રથા પણ સગર રાજા અને ભગીરથ રાજાના અતિપ્રાચીન કાળમાં આપણને લઈ જાય છે. એટલે જ ગંગાના એક પ્રવાહને આપણે ભાગીરથી કહીએ છીએ.
માનવજાતે પ્રાગૈતિહાસિક કાળથી કૂવાની શોધ કરેલી છે. સમુદ્ર કિનારા પાસે થોડા ફૂટના ખોદાણથી પાણી નીકળતાં, છીછરા કૂવાથી માંડીને ચાલીસ-પચાસ કે તેથી વધારે ફૂટ ઊંડું ખોદીને પાણી કઢાતાં થતા ઊંડા કૂવા સુધીના અનેક પ્રકારના કૂવા, વાવ ઈત્યાદિ માનવજાત બનાવતી આવી છે. કૂવો ખોદવામાં વાર લાગે એટલે જ કહેવત પડી છે કે આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન બેસાય. કૂવો ઊંડો હોય ને બોખ ફાટેલી, કાણાંવાળી હોય તો ઉપર આવતાં સુધીમાં બધું પાણી ખલાસ થઈ જાય, મહેનત નકામી જાય. કૂવો ઉદાર છે એટલે જલદાન આપે છે, પરંતુ તે પાત્ર અનુસાર (વાસણમાં માય તેટલું) દાન આપે છે એટલે એ વિવેકી છે એમ કહેવાય છે. બધા જ કૂવામાંથી પીવાલાયક મીઠું પાણી ન નીકળે, કોઈમાંથી ખારું તો કોઈમાંથી મોળું પાણી પણ નીકળે. એટલે જ જ્યાં જ્યાં મીઠું પાણી નીકળે ત્યાં ત્યાં ગામો વસતાં રહ્યાં છે.
- જૂના વખતમાં કોઈના પર વેર લેવું હોય તો એના પીવાના પાણીને અભડાવી દેવાતું. કિલ્લામાં માણસો સુરક્ષિત હોય, પણ દુમનો જ્યારે કિલ્લા પર આક્રમણ કરે ત્યારે બહાર અથવા અંદર જઈને એના જળાશયોમાં માંસના-ગોમાંસના ટુકડા નાખે. એથી પાણી અભડાય અને કોઈ પીએ નહિ. પરિણામે કિલ્લાને શરણે આવવું જ પડે. ગામડાં-નગરોમાં અમુક વિસ્તારના લોકોના કૂવામાં કરેલું કૂતરું, બકરી કે બિલાડી નાખીને વેર લેનારા એના પાણીને અભડાવતા. ત્રણ-ચાર દિવસ સુધી કૂવો બંધ રહે. મરેલું પ્રાણી બહાર કઢાય. પછી કૂવો ગણાય, એમાં ચૂનો નખાય અને પછી કેટલેક દિવસે કૂવાનું પાણી પાછું પહેલાં ધોવામાં અને પછી પીવાના કામમાં આવે.
કૂવા ગયા ને નળ આવ્યા, પણ દુનિયાનાં કેટલાંયે શહેરોમાં નળમાં ચોવીસ કલાક પાણી આવતું નથી. ભારતના શહેરોમાં આ સ્થિતિ વધુ વિષમ છે કારણ કે શહેરોનો વિકાસ યોજનાબદ્ધ નહિ પણ આડેધડ થયો છે. ગઈ પેઢીના લેખક મંજુલાલ મઝમુદાર મજાકમાં કહેતા કે પ્રાચીન સમયમાં તો ફક્ત એક દમયંતી જંગલમાં પોતાના પતિ નળને શોધવા માટે
જલ જીવન જગમાંહિ જ ૬૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org