________________
ઓ નળ ! ઓ નળ” એમ બૂમ મારતી હતી, પણ વર્તમાન સમયમાં તો સવારના પહોરમાં ઠેર ઠેર અનેક દમયંતીઓ “ઓ નળ ! ઓ નળ ! બોલતી, બીજો નહિ ઉચ્ચાર' જોવા મળે છે. એક કવિએ જળની પ્રશંસા કરતાં કહ્યું છે.
शैत्यं नाम गुणस्तवैव सहज: स्वाभाविकी स्वच्छता ।। किं ब्रुमः शुचितां भवन्ति शुचय: स्पर्शेन यस्यापरे । किं वात: परमुच्यते स्तुतिपदं यज्जीवनं देहीनाम् ।
त्वं चेन्नीचपथेन गच्छसि पय: कस्त्वां निरोद्धं क्षम: ।। હિ જળ (પય) ! શીતળતા તારો સહજ ગુણ છે. તારામાં સ્વચ્છતા પણ સ્વાભાવિક છે. બીજા પવિત્ર પદાર્થો તારા સ્પર્શથી વળી પવિત્ર બને છે એ વિશે અમે શું કહીએ ? અમે તો એટલું જ કહીએ છીએ કે તું દેહધારીઓનું જીવન છે, માટે તું સ્તુતિપદને યોગ્ય છે. આમ છતાં નીચા માર્ગે તું જાય છે તો તેને રોકી શકવા કોણ સમર્થ છે ?].
આ શ્લોકમાં અન્યોક્તિ છે. જળના બહાને કોઈક વ્યક્તિને સંબોધન છે. એ વ્યક્તિ બીજી રીતે ઘણી સારી છે, પણ અધ:પતનના માર્ગે ગઈ છે. એના અધ:પતનને કોઈ અટકાવી શકે એમ નથી.
પાણીમાં ગુણો ઘણા છે, પરંતુ નીચે જવું, નીચે ધોધ થઈને પડતું મૂકવું – અધ:પતિત થવું એ એનો મોટો દુર્ગુણ છે, એવી કવિકલ્પના છે. વાસ્તવમાં પાણીનું નીચે જવું એ પણ સાર્થક ઠરે છે. એમ ન થાય તો નદીઓ વહે નહિ. એમાં આવેલાં પૂર ઓસરે નહિ. જલનું અધ:પતન વાસ્તવિક રીતે માનવજાત ઉપર ઉપકારક છે. એનું અધ:પતન છે તો વિદ્યુતનું ઉત્પાદન થઈ શકે છે.
પાણીની શુદ્ધિ અને અશદ્ધિ એવી બે અંતિમ કોટિની કેવી મોટી ખાસિયતો છે ! ગમે તેવી ગંદી વસ્તુ પાણીથી સાફ, સ્વચ્છ થઈ જાય. અરે, પાણીની સાથે માત્ર શુદ્ધિ નહિ, પવિત્રતા પણ સંકળાયેલી છે. અભડાયેલી વસ્તુ કે વ્યક્તિ ઉપર પાણી છાંટી દીધું એટલે તે પવિત્ર થઈ જાય છે. ભગવાનની પૂજા-ભક્તિ કરવી છે, દર્શન કરવા મંદિરમાં જવું છે, તો સ્નાન કરી લીધું કે પાત્રતા મળી ગઈ. પાણી ઔષધનું કામ કરી શકે છે. પાણીથી શરીરમાં રહેલા દોષ (toxins)નું ધોવાણ થઈ શકે, લોકોમાં ગંગામૈયાનું પવિત્ર પાણી ઔષધરૂપ મનાય છે. જ્યાં નાનવી તોય ” પરંતુ ગંગામૈયાને લોકો મેલી, ગંદી બનાવતા રહ્યા છે. વળી, પાણી
૬૮ ૪૯ સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org