________________
જ ઉપયોગ કરે છે. પાણીનો જરા પણ બગાડ એમને હાથે થતો નથી. પાણીના ઉપયોગમાં તેઓ આદર્શરૂપ છે. પ્રાકૃતિક સંપત્તિને સાચવવામાં તેમનો ફાળો મોટામાં મોટો છે.
ભારતમાં નાગરિક જાગૃતિ પૂરતા પ્રમાણમાં ન હોવાથી તળાવો, સરોવરો, નદીઓ, સમુદ્રકિનારો ઇત્યાદિ કચરો ઠાલવવાનું જાણે અધિકૃત સ્થાન હોય એમ ચાલે છે. ત્યાં કોઈ રોકટોક કરનારું હોતું નથી. ગામનો પ્લાસ્ટિકની કોથળીઓ સહિત ચાલુ કચરો જ નહિ, મકાનોના કાટમાળ પણ ત્યાં ઠલવાય છે. તળાવ જળાશય એટલે નધણિયાતું ક્ષેત્ર. ચારે બાજુથી દબાણ આવતાં તળાવો ક્ષીણકાય બને એમાં નવાઈ શી ? ભારતમાં અને દુનિયાના કેટલાયે દેશોમાં કારખાનાંઓનો દૂષિત, ક્યારેક ઝેરી પ્રવાહી કચરો સરોવરોમાં, નદીઓમાં કે સમુદ્રમાં ઠલવાય છે. એથી અચાનક લાખો માછલીઓ મૃત્યુ પામવાની ઘટનાઓ વારંવાર બને છે. જીવહિંસાની દૃષ્ટિએ, પર્યાવરણની દૃષ્ટિએ, નાગરિક આરોગ્યની દૃષ્ટિએ આવી ઘટનાઓ માત્ર માછલીઓ માટે જ નહિ, મનુષ્યો માટે પણ ખતરારૂપ છે.
કેટલાક દેશો બીજા દેશોનું આંધળું અનુકરણ કરે છે. પાણીની બાબતમાં પણ એવું બને છે. કેટલાક દેશોની ભૌગોલિક રચના એવી છે અને ત્યાંની આબોહવા એવી હોય છે કે ત્યાં દુકાળ જેવી સ્થિતિ ક્યારેય ઉદ્દભવતી નથી. એથી એ દેશોને પીવા માટે, ખેતી, ઉદ્યોગ, વિદ્યુત ઇત્યાદિ માટે પૂરતા પ્રમાણમાં પાણી હંમેશાં મળી જ રહે છે. ભવિષ્ય માટે અનામત જલસંચય કરી રાખવાની આવશ્યકતા ત્યાં રહેતી નથી. જે દેશોમાં ગરમી સખત પડે, વસતી ઘણી હોય, ખેતીનું પ્રાધાન્ય હોય છે. ત્યાં બીજું ચોમાસું આવે ત્યાં સુધી પાણીનો સંગ્રહ કરી રાખવાની આવશ્યકતા રહે છે. ભૂગર્ભમાં પાણીની સપાટી વધુ નીચી ચાલી ન જાય એ માટે તકેદારી રાખવી જોઈએ. આપણી જૂની જીવનશૈલી પ્રમાણે તો કૂવા અને તળાવ વગરનું કોઈ ગામ ન હોવું જોઈએ. પરંતુ વીસમી સદીના ઉત્તરાર્ધમાં કૂવાઓ કાલગ્રસ્ત બનતા ગયા ને તળાવો પૂરાવા કે સૂકાવા લાગ્યાં છે. એથી વરસાદનું પાણી જેટલું તળાવો અને સરોવરોમાં ભરી લેવું જોઈએ એટલું ભરાતું બંધ થયું. પરિણામે જમીનમાં પાણીની સપાટી નીચે ઊતરતી ગઈ છે. વસ્તુત: તળાવના પાણીનો કશો જ ઉપયોગ ન કરવો હોય તો પણ સુંદર વાતાવરણ માટે, મોકળાશ માટે, આબોહવા માટે, ગામની શોભા માટે, પ્રકૃતિના સૌન્દર્ય માટે પણ સ્વચ્છ તળાવો હોવાં જરૂરી છે. ગ્રામનગરોની વધતી જતી વસતિને લીધે જોઈતી જમીનની પ્રાપ્તિ માટે તળાવો
જલ જીવન જગમાંહિ * ૬૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org