SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ મિકેનિકનું કામ પણ શીખવવામાં આવે છે. છોકરીઓને ઘરકામ કરતાં, નાનાં બાળકો કે માંદાં વૃદ્ધોને સાચવતાં, ટેલિફોન પર વાત કરતાં, ઘરનાં મશિનો ચલાવતાં શીખવવામાં આવે છે. આવી રીતે એક વેડફાઈ જતી અને સમાજ માટે બોજારૂપ, ચિંતારૂપ બનતી જિંદગીને બચાવી લેવામાં આવે છે. આ યોજના હેઠળ મુંબઈમાં છેલ્લાં ત્રણ વર્ષમાં ચાર હજારથી વધુ છોકરાઓને એમની મનપસંદ તાલીમ આપવામાં આવી છે. આ યોજના હેઠળ જે છોકરાઓ પોતે કંઈક નાનું પ્રકીર્ણ કામ કરીને પોતાની રોજી રળવા ઇચ્છતા હોય અને એમની પાસે ધન કે સાધનનો અભાવ હોય તેવા છોકરાઓને નાની રકમની લોન આપીને એમને કામધંધે લગાડવાના પ્રયાસો થાય છે. એ માટે યોગ્ય છોકરાઓની પસંદગી થાય છે, ચકાસણી થાય છે, એને શાળાનું પ્રાથમિક શિક્ષણ અપાય છે અને એ જ જે જાતનો વ્યવસાય કરવા ઇચ્છતો હોય તેની તાલીમ અપાય છે. આ પ્રાથમિક ભૂમિકાની તૈયારીની ઘણી જરૂર રહે છે કે જેથી બિનઅનુભવી છોકરાઓ નિષ્ફળતા મળતાં ફરી પોતાની અનિષ્ટ પ્રવૃત્તિમાં પાછા ન ચાલ્યા જાય. છોકરાઓને કમાવામાં રસ પડે એટલે એને થોડી થોડી રકમ બચાવવા અને બેન્કમાં ખાતું ખોલીને મૂકવા માટે પણ તાલીમ અપાય છે કે જેથી છોકરાઓ સ્વચ્છંદે ચડી વ્યસની ન બની જાય. આવું કામ એકલે હાથે તો થાય નહિ. એ માટે કાર્યકર્તાઓની તથા સામાજિક સહકારની પણ જરૂર પડે જ. એ માટે આયોજ કોને બાળકોકિશોરોના ક્ષેત્રમાં કામ કરતી દોઢસોથી વધુ સામાજિક સંસ્થાઓએ સહકાર આપવાનું ચાલુ કર્યું છે. કેટલીક વ્યક્તિઓમાં કુદરતી રીતે જ બાળક માટે વહાલ હોય છે. એમની સાથે ભળી જવાની આવડત હોય છે. એવી બાળવત્સલ વ્યક્તિઓ આવી યોજનામાં માનદ્ કે સવેતન કાર્યકર્તા તરીકે જોડાય છે. આયોજકોની એક સુંદર યોજના એવી પણ છે કે આવા છોકરાઓની જે ટોળકીનો વિશ્વાસ જીતી શકાયો હોય એ ટોળકીમાં છોકરાંઓ રાત્રે જ્યારે સૂવા માટે એકત્ર થતા હોય ત્યાં પ્રૌઢ મહિલા કાર્યકર્તા તેમની પાસે જઈને તેમને માતાતુલ્ય વાત્સલ્ય આપી, ગીતો ગાઈ, વાર્તાઓ કહી, તેમની સાથે ભળી જઈ તેમને સાંસ્કારિક તાલીમ આપે છે અને તેમની ચોરી કે અન્ય વ્યસનોની અંગત, ખાનગી માહિતી મેળવી તેમાંથી છોડાવવા તેમને માર્ગદર્શન આપે છે. આ ઘણું કપરું કામ છે. મહિલા કાર્યકર્તાઓમાં પણ ૨૯૨ - સાંપ્રત સમાજ-દર્શન For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002034
Book TitleSamprat Samaj Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati, Culture, & Social
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy