________________
જ્ઞાન આપવા માટે વ્યવસ્થિત અને સતત પ્રચાર થાય તો આ દૂષણને હળવું કરી શકાય. નશો કરવો એ માનવજાતની નબળી પ્રકૃતિ છે. માનવજાત નશામાંથી સદંતર મુક્ત બની હોય એવું ઇતિહાસે કદી જાણ્યું નથી. જ્યાં સુધી થાક છે, દુઃખ છે, ચિંતા છે, ગ્લાનિ છે, વ્યથા છે, શારીરિક કષ્ટ છે, ઉશ્કેરાયેલી જાતીય વૃત્તિઓ છે, કૌતુક છે, સાહસ છે, ભવિષ્યની બેપરવાઈ છે અને જ્યાં સુધી નશાકારક પદાર્થો અને તેના ઉત્પાદકો પૃથ્વી ઉપર છે ત્યાં સુધી માનવજાતને નશામાંથી સદંતર મુક્ત કરી શકાશે નહિ. પરંતુ અજ્ઞાનને કારણે વેડફાઈ જતી અનેક કીમતી જિંદગીને બચાવી લઈ માનવજાતનો આ શાપ હળવો કરી શકાય તો પણ ઘણું મોટું માનવસેવાનું કાર્ય કર્યું ગણાશે.
(સાંપ્રત સહચિંતન-૧)
૨૧૨ સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org