________________
ઇત્યાદિ પ્રકારનાં લક્ષણોને લીધે યુવાન માણસ વ્યસનનો ભોગ જલદી બને છે. કેટલાંક વ્યસનો અતિ ખર્ચાળ હોય છે. શ્રીમંત યુવાનો તેમાં વધુ ખેંચાય છે. એમની સાથેનો મધ્યમવર્ગી મિત્રવર્ગ પણ દેખાદેખાથી ઘસડાય છે. યુવાનો વ્યસનોમાં સપડાય છે ત્યારે સામાન્ય રીતે તેમનાં માતાપિતા કે અન્ય સ્વજનોને તેઓ જણાવા દેતા નથી. પરંતુ તેઓને જ્યારે ખબર પડે છે ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે. વ્યસન થોડા સમય પછી માણસને લજ્જારહિત બનાવે છે. ખાનગીમાં સિગરેટ કે દારૂ પીનાર માણસ માતાપિતાને ખબર પડે પછી તે પીવાનું બંધ કરતો નથી. પણ તેનું પીવાનું દિવસે દિવસે વધુ જાહેર બનતું જાય છે. કેટલાક યુવક-યુવતી પોતાનાં સંતાનોથી ગુપ્ત રીતે બહાર જઈને વ્યસન સેવતાં હોય છે. સંતાનોને ખબર પડ્યા પછી તે બંધ કરતાં નથી, ઘરમાં પણ તેઓ વ્યસન સેવવા લાગે છે. વ્યસનોનો વારસો કેટલીક વાર આ રીતે બાળકને માતાપિતા તરફથી મળે છે.
વ્યસનનું વર્ચસ્વ માણસના મન ઉપર જેવું તેવું નથી હોતું. આરંભમાં માણસ સરળતાથી એમાંથી કદાચ મુક્ત થઈ શકે, પરંતુ જેમ જેમ સમય જાય તેમ તેમ વ્યસનનું બંધન વધુ જબરું બનતું જાય છે. કોઈક અત્યંત દઢ, સંકલ્પબળવાળા માણસો તેમાંથી કાયમને માટે મુક્ત થઈ શકે છે. કેટલાક માણસો વ્યસનનું સેવન ન કરવાની પ્રતિજ્ઞા લઈને થોડા વખતમાં જ એનો ભંગ કરી નાખે છે. કોઈક માણસે એમ કહેલું કે, “સહેલામાં સહેલી પ્રતિજ્ઞા તે સિગરેટ ન પીવાની છે. મેં એ પ્રતિજ્ઞા ઘણી વાર લીધેલી છે.” (અર્થાતુ ઘણીવાર ભાંગી છે.) જેઓ ધર્માચાર્યો પાસે ધર્મ કે ભગવાનની સાક્ષીએ આવી પ્રતિજ્ઞા લે છે અને તેના પાલન માટે સ્વજનો દેખરેખ રાખે છે તો તે પ્રતિજ્ઞા પ્રમાણમાં કંઈક વધુ ટકે છે.
કેફી પદાર્થોના સેવનની સમસ્યા માનવ-સંસ્કૃતિને પ્રગતિમાંથી બે ડગલાં પાછાં ભરાવે એવી છે. કેફી પદાર્થોનું સેવન કરનારા અને એની હેરાફેરી કરનારને કડકમાં કડક શિક્ષા રાજ્યસત્તા તરફથી થવી જોઈએ. પરંતુ એટલું જ પૂરતું નથી. શાળા-કૉલેજના અભ્યાસક્રમોમાં એના વિશેના જુદા જુદા પાઠો દ્વારા વિદ્યાર્થીઓને સાચું શિક્ષણ અપાવું જોઈએ. પ્રચારમાધ્યમો દ્વારા એનો વખતોવખત પ્રચાર થવો જરૂરી છે. પરંતુ વિશેષ આવશ્યકતા છે. પ્રત્યેક કુટુંબમાં સંસ્કારી વાતાવરણ નિર્માણ થાય એની. વ્યસનનો ભોગ મુખ્યત્વે યુવાન વર્ગ બને છે. તેમાં પણ યુવતીઓ કરતાં યુવાનો વિશેષ બને છે. યુવા વર્ગને નશીલા પદાર્થોની માઠી અસરનું સાચું
કેફી પદાર્થોનો વધતો પ્રચાર « ૨૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org