________________
ભારતની કેટલીક યુનિવર્સિટીઓમાં માદક ઔષધોએ મોટો પગપેસારો કર્યો છે. મુંબઈ જેવાં શહેરની કેટલીક નામાંક્તિ કૉલેજોમાં બપોર પછી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ ઔષધ લઈ કે એવા ઔષધની સિગારેટ બનાવીને તે પીને એદીની જેમ પડેલાં જોવા મળે છે. કેટલાંકની હજી શરૂઆત થાય છે. પરંતુ વેળાસર જો તેમને વાળી લેવામાં ન આવે તો તેમની કારકિર્દી થોડાંક વર્ષોમાં જ ધૂળધાણી થઈ જાય છે. શ્રીમંત વિદ્યાર્થીઓ ગરીબ મિત્રોને મફત ઔષધ આપી આવાં વ્યસનો પાછળ ઘસડે છે. પરંતુ એ ગરીબ વિદ્યાર્થીઓને વ્યસનમાંથી મુક્ત કરાવવાનું એમનાં માબપોને બહુ ભારે થઈ પડે છે.
અફીણ, ચરસ, ગાંજો જેવા પદાર્થો ભારત, ચીન અને જાપાન જેવા દેશોમાં પ્રાચીન સમયથી પ્રચલિત છે. પરંતુ તેનો ઉપયોગ ત્યારે એટલો વ્યાપકપણે થતો ન હતો. બીજા વિશ્વયુદ્ધ પછી આ પદાર્થોનો ઉપયોગ પાશ્ચાત્ય દેશોમાં ચોરીછૂપીથી ઘણો વધી ગયો છે. કોકેન, હેરોઈન, મારીજુઆના, બ્રાઉન સુગર, વગેરે કેટલાય પદાર્થોની હેરાફેરી આંતરરાષ્ટ્રિય ધોરણે વ્યાપક પ્રમાણમાં ચાલી રહી છે. ભારતમાં કે અન્યત્ર વખતોવખત આવા પદાર્થોનો જે જથ્થો પકડાય છે તે નાનોસૂનો હોતો નથી. લાખો કે કરોડો રૂપિયાનો માલ એકસાથે પકડાય છે. જે પકડાય છે તેના કરતાં ન પકડાયેલા જથ્થાનું પ્રમાણ ઘણું મોટું છે. જર્મની, બ્રિટન કે અમેરિકામાં આ બાબતમાં ઘણી બધી સાવચેતી રાખવામાં આવે છે, અને અધિકારીઓની ભ્રષ્ટતા પ્રમાણમાં ત્યાં ઘણી ઓછી છે. તો પણ ત્યાં પુષ્કળ પ્રમાણમાં નશો થાય છે. એ બતાવે છે કે આવી ટોળકીના સભ્યો કેવી સિફતથી ગુપ્ત રીતે પોતાનો માલ વાપરનારા સુધી પહોંચાડી શકે છે. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓમાં તેનો સૌથી વધુ પ્રચાર થાય છે. રમતગમતના ખેલાડી પોતાની તાકાત વધારવા તેનો પુષ્કળ ઉપયોગ કરે છે. દર વર્ષે કેટલાય ખેલાડીઓ (ઓલિમ્પિક રમતના ખેલાડીઓ સુદ્ધાં), લોહી અને પેશાબની તપાસમાં, ઔષધ વાપર્યાનું માલુમ પડતાં ગેરલાયક ઠરે છે. ઉત્સાહમાં આવી માદક ઔષધોનું વધુ પડતું સેવન કરવા જતાં કેટલાંક ખેલાડી મૃત્યુ પણ પામ્યા છે.
વ્યસનનો ભોગ યુવાનો વિશેષ બને છે. પોતાની શક્તિ ઉપર વધુ પડતો વિશ્વાસ, પોતાને કંઈ અસર થતી નથી એવી ખોટી આત્મશ્રદ્ધા, નવી વસ્તુઓ અજમાવવાનું કૌતુક, મિત્રો સાથેની મૈત્રીમાં જુદા ન પડવાની ભાવના (સમાનશીન વ્યg મૈત્રી), ભાવિની બેપરવાઈ, અજ્ઞાન, આપવડાઈ
૨૧૦ સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org