________________
કરી શકે છે. વાદળાનું પાણી લખોટા જેવા કરાનું રૂપ લઈને ખુલ્લામાં ચાલતા માણસો કે પશુને માથામાં સતત ઘડ ઘડ વાગીને ઈજા પહોંચાડીને મૃત્યુ સુધી લઈ જઈ શકે છે.
જળમાં એક એવો સૂક્ષ્મ મોહક ગુણ છે કે જે ક્યારેક કોઈકમાં ઉન્માદ પ્રગટાવે છે. નાનાં બાળકોમાં જળનું આકર્ષણ ઘણું હોય છે. ઓસ્ટ્રેલિયામાં એક ભાઈએ મને કહ્યું હતું કે એમની ચારેક વર્ષની દીકરીને નળ ચાલુ કરીને પોતાનો હાથ નળ નીચે સતત ધરી રાખવાનું જાણે વ્યસન થઈ ગયું છે. નળ બંધ કરી એનો હાથ લઈ લઈએ તો ચીસાચીસ કરી મૂકે છે. જેમ ભેંસોને પાણીમાંથી બહાર કાઢવાનું અઘરું છે તેમ નદી, તળાવે કે તરણહોજમાં રમતાં બાળકોને પણ બહાર કાઢવાનું અઘરું છે. કેટલાક માણસોને વહેતી નદીના કિનારે જ રહેવું પ્રિય લાગે છે, કોઈકને ઘૂઘવાતા સમુદ્રના કિનારે ગમે છે, તો કોઈકને શાન્ત સરોવરનો કાંઠો વધુ પસંદ પડે છે. અંગ્રેજ કવિ શેલીને પાણીનું એટલું બધું ગાંડપણ હતું કે તે કલાકોના કલાકો સુધી પાણીને નિહાળતો બેસી રહેતો. પાછળથી એની આ વાત એટલી ઉત્કટ બની ગયેલી કે એણે સંકલ્પ કર્યો કે પોતે પાણી સાથે એકરૂપ થઈ જવા માટે “જળસમાધિ' લેવી એટલે કે ડૂબીને મરી જવું. એટલા માટે એ તરવાનું શીખ્યો નહિ અને છેવટે યુવાન વયે પાણીમાં ડૂબીને મૃત્યુ પામ્યો હતો.
જૂના સમયની દંતકથા છે કે એક સાધુકવિને મહાસાગર ઉપર મહાકાવ્ય લખવાનું મન થયું. રાત-દિવસ સાગરના વિશાળ જળરાશિનો વિચાર કરતાં કરતાં એમણે પોતાની માનસિક સમતુલા ગુમાવી દીધી. આટલા બધા પાણીનું શું થશે ? ક્યારે એ ખૂટશે ? એમ કરતાં કરતાં એમના પેટનું પાણી વધી ગયું. જલોદરનો રોગ થયો. ઘણા ઉપચાર કરવા છતાં મચ્યું નહિ. પરંતુ કોઈક કુશળ વૈદે કારણ શોધી કાઢ્યું. એણે માનસિક ઉપાય અજમાવ્યો. એણે કહ્યું, “મહારાજ ! મહાસાગરનું ચિંતન ઘણું કર્યું. હવે મહાસાગરને તળિયે અનાદિ કાળથી વડવાનલ રહેલો છે. તે પાણીનું શોષણ કરે છે. તો વડવાનલ પર મહાકાવ્ય લખો.” સાધુને વિચાર ગમી ગયો. રાત-દિવસ તેઓ હવે વડવાનલનું ચિંતન કરવા લાગ્યા. એમ કરતાં કરતાં શરીરનું પાણી શોષાવા લાગ્યું. એમનો જલોદરનો રોગ મટતાં વૈદે એમને બીજી વ્યવહારુ વાતો પર વાળી દીધા. આપણે ત્યાં અગમ્ય મુનિની વાત છે કે એમને એટલી બધી તરસ લાગેલી કે ઘણું બધું પાણી પી જવાનો એમને ભાવ થયો. એમણે અંજલિમાં સમુદ્રનું પાણી લીધું અને
૭૦ % સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org