________________
પુત્રોએ કહ્યું છે : પિતાજી, આ લોક મૃત્યુથી પીડાઈ રહ્યો છે, વૃદ્ધાવસ્થાથી ઘેરાયેલો છે તથા રાત્રિદિવસરૂપી ચક્ર આયુષ્યને ક્ષીણ કરી રહ્યું છે. વળી :
जा जा वच्चइ रयणी, ण सा पडिणियत्तइ ।
अहम्मं कुणमाणस्स अफला जंति राइजो ।। [જે જે રાત્રિઓ વીતે છે તે પાછી નથી આવતી. જે માણસ અધર્મ કરે છે તેની રાત્રિઓ નિષ્ફળ થાય છે.]
जा जा वच्चइ रयणी, ण सा पडिणियतइ ।।
धम्मं च कुणमाणस्स सफला जंति राइओ ।। જેિ જે રાત્રિઓ વીતે છે તે પાછી નથી આવતી. પરંતુ જે માણસ ધર્મ કરે છે તેની રાત્રિઓ સફળ થાય છે.]
પિતાએ પુત્રોને કહ્યું, ‘તમારી વાત સાચી છે, પરંતુ પહેલાં આપણે બધાં ગૃહસ્થાશ્રમનું પાલન કરી લઈએ, પછી વ્રતો અંગીકાર કરીશું અને પછી છેવટે દીક્ષા લઈ ભિક્ષાથી સંયમજીવનનો નિર્વાહ કરીશું.”
ત્યારે પુત્રોએ પિતાને સમજાવ્યું કે મૃત્યુ ક્યારે આવવાનું છે તેની કોને ખબર છે ? પુત્રોએ કહ્યું :
जस्सत्थि मच्चुणा सक्खं, जस्स वऽत्थि पलायणं ।
जो जाणे ण मरिस्सामि, सो हु कंखे सुहेसिया ।। અિર્થાત્ જેની મૃત્યુ સાથે મિત્રતા હોય, જે મૃત્યુથી છૂટીને ભાગી શકતો હોય, પલાયન થઈ શકતો હોય અને જે એમ જાણે કે પોતે ક્યારેય મરવાનો નથી તે ભલે સુખશીલતાની ઇચ્છા રાખે]
પત્રોના સમજાવ્યાથી માતા-પિતાએ તેઓને દીક્ષા લેવા સંમતિ આપી. એટલું જ નહિ પુત્રોની પ્રેરણાથી તેઓ પણ દીક્ષા લેવા તૈયાર થયા. આમ, કુટુંબના ચાર સભ્યોએ ગૃહત્યાગ કરી સંયમના માર્ગે વિચરણ કર્યું.
પ્રાચીન કાળમાં એવી પ્રથા હતી કે જે ધનસંપત્તિનો કોઈ સીધો વારસદાર ન હોય તે ધનસંપત્તિ રાજ્યને મળે. પુરોહિતના સમગ્ર પરિવારે દીક્ષા લીધી એટલે એમની ધનસંપત્તિના કોઈ સીધા વારસદાર રહ્યા નહિ. ત્યારે રાજાની ઇચ્છા એ સંપત્તિ મેળવી લેવાની થઈ. તે સમયે રાણીએ એમને અટકાવ્યા અને સંસારની અસારતા સમજાવી. છેવટે રાજા અને રાણી પણ દીક્ષા લેવા તૈયાર થયા.
આમ, પૂર્વ ભવના છએ જીવોએ એક બીજાને પ્રતિબોધ પમાડી, દીક્ષા લઈ સંયમમાર્ગનો સ્વીકાર કરી, ઉગ્ર તપશ્ચર્યા કરી, ઘાતી કર્મો ખપાવી કેવળજ્ઞાન પામીને નિર્વાણ પામ્યા એટલે કે મોક્ષગતિ પ્રાપ્ત કરી.
નો ગાળે મરિઆમ, જો ટુ ધે સુદેસિયા | * ૩
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org