________________
આ અધ્યયનમાં મૃત્યુની અનિવાર્યતા સમજાવવામાં આવી છે. ગમે તેવો સમર્થ, લાગવગ કે પીઠબળવાળો બળવાન માણસ, મોટું સૈન્ય ધરાવનાર, અનેકને મૃત્યુના મુખમાં ધકેલી દેનાર માણસ પણ પોતાના મૃત્યુ આગળ લાચાર થઈ જાય છે. એનું કશું જ ચાલતું નથી. એ એને અટકાવી કે પાછું ઠેલી શકતો નથી. બળવાન અને સમર્થ પીઠબળવાળા અભિમન્યુ માટે કહેવાયું છે :
मातुलो यस्य गोविंदः पिता यस्य धनंजयः ।
अभिमन्यु रणे शेते, कालोऽयं दुरतिक्रमः ।। કૃષ્ણ જેના મામા હતા અને અર્જુન જેના પિતા હતા એવો અભિમન્યુ પણ રણભૂમિમાં સૂઈ ગયો (મૃત્યુ પામ્યો), કારણ કે કાળ દુરતિક્રમ છે. અર્થાત્ મૃત્યુ અનિવાર્ય છે.
ચોત્રીસ અતિશય ધરાવનાર તીર્થંકર પરમાત્મા પણ પોતાનું આયુષ્ય એક ક્ષણ પણ લંબાવી શકતા નથી. તો પછી ઈન્દ્રો, ચક્રવતીઓ, વાસુદેવો, પ્રતિવાસુદેવો, ગણધરો, સમર્થ આચાર્યો, રાજાઓ, મંત્રીઓ વગેરેની તો વાત જ શી કરવી ? કહ્યું છે ;
રાજા, રાણા, છત્રપતિ, હાથિયનકે અસવાર, સબકો જાના એક દિન, અપની અપની બાર. વૈરાગ્યશતકમાં કહ્યું છે :
सर्वभक्षी कृतान्तोऽयं सत्यं लोके निगद्यते ।
रामदेवादयो धीराः सर्वे क्वाप्यन्यथा गताः ।। [ આ યમરાજા સર્વનું ભક્ષણ કરનારા છે એવું લોકોમાં જે કહેવાય છે તે સત્ય છે. જો એમ ન હોય તો રામદેવ (ભગવાન રામચંદ્ર) વગેરે બધા ધીરપુરુષો ક્યાં ગયા ? ]
હિન્દુ ધર્મમાં કહ્યું છે કે કેવા કેવા પરમ પુરુષો પણ આ ધરતી પરથી ચાલ્યા ગયા છે !
मांधाता भरतः शीवो दशरथो लक्ष्मीधरो रावणः कर्णः कंसरिपुर्बलो भृगुपतिर्भीमः परेऽप्युन्नता: । मृत्यु जेतुमलं न यं नृपतयः कस्तं परो जेष्यते,
भग्नौ यो न महातरुद्धिपवरैस्तं किं शशो भक्ष्यति ।। [ માંધાતા, ભરત, શિવ, દશરથ, લક્ષ્મીધર, રાવણ, કર્ણ, કૃષ્ણ, બલભદ્ર, ભૃગુપતિ (પરશુરામ), ભીમ અને બીજા ઉત્તમ નૃપતિઓ મૃત્યુને
૪ ગક સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org