________________
જીતી ન શક્યા, તેને બીજા કોણ જીતી શકશે ? જે મોટું વૃક્ષ શ્રેષ્ઠ હાથીઓથી ન ભાંગ્યું તેને સસલું શું ભાંગી શકશે ?].
મૃત્યુથી છટકવા માટે માણસ ગુફામાં કે ભોંયરામાં પેસી જાય, સમુદ્રને તળિયે બેસી જાય કે વિમાનમાં આકાશમાં ઊડી જાય, જાડામાં જાડું બખ્તર પહેરી લે તો પણ મૃત્યુ જીવને છટકવા દેતું નથી. મૃત્યુને કોઈ છેતરી શકતું નથી કે હાથતાળી દઈને ભાગી શકતું નથી. એક કાલ્પનિક દૃષ્ટાન્ત આપવામાં આવે છે કે એક શિલ્પી એટલો બધો હોશિયાર હતો કે ગમે તે વ્યક્તિની એવી આબેહૂબ શિલ્પાકૃતિ તૈયાર કરી શકતો કે જે જોઈને માણસ ભુલાવામાં પડી જાય કે આ સાચો અસલી માણસ છે કે નકલી છે. એક વખત એણે અરીસામાં પોતાનું મુખ જોઈને પોતાની જ મુખાકૃતિનું એવું સરસ શિલ્પ બનાવ્યું કે મળવા આવેલા ભ્રમમાં પડી ગયા. એથી શિલ્પીને તુક્કો સૂઝયો કે હવે તો હું યમરાજાને પણ છેતરી શકું.” એણે પોતાની દસ-બાર મુખાકૃતિઓ બનાવી અને ઘરમાં જુદી જુદી જગ્યાએ એવી રીતે ગોઠવી દીધી કે જેથી માત્ર મોટું જ દેખાય. પછી જ્યારે યમદેવતા આવ્યા ત્યારે પોતે પણ એક ટેબલની પાછળ માત્ર મોંઢું દેખાય એ રીતે ગોઠવાઈ ગયો. યમદેવતા વિચારમાં પડી ગયા કે આમાં સાચો શિલ્પી કોણ ? એકને બદલે બીજાને તો લઈ જઈ શકાય નહિ. છેવટે યમદેવતાએ યુક્તિ કરી. એમણે પહેલાં શિલ્પીના ભારોભાર વખાણ કરતા કહ્યું કે જિંદગીમાં આવું આબેહુબ ક્યારેય જોયું નથી. યમદેવતાના મુખે પ્રશંસા સાંભળી શિલ્પી મનમાં રાજી થયો. પોતાની કલા માટે, યમદેવતાને પણ પોતે છેતરી શકે છે એ માટે ગર્વ થયો.
ત્યાં યમદેવતાએ કહ્યું, “શિલ્પીએ આટલી બધી સરસ કારીગરી કરી છે, પરંતુ માત્ર એક નાની ભૂલ રહી ગઈ છે.” એ સાંભળી શિલ્પીથી રહેવાયું નહિ. પોતાની કલામાં કોઈ ખામી કાઢી શકે ? તરત એ બોલ્યો, “કઈ ભૂલ છે ?” યમદેવતાએ કહ્યું, “બસ તું આ બોલ્યો એ જ તારી ભૂલ. તું પકડાઈ ગયો. તે આખી દુનિયાને છેતરી શકે, પરંતુ મને-યમદેવતાને છેતરી ન શકે. જગતના ઇતિહાસમાં આજ દિવસ સુધી એવી કોઈ ઘટના બની નથી અને બનશે પણ નહિ.”
આમ યમરાજાના પંજામાંથી કોઈ છટકી શકતું નથી. કોઈના પ્રાણ જલ્દી ન નીકળતા હોય તો એમ લાગે અને લોકો બોલે પણ ખરા કે એ યમદેવતાને હંફાવે છે. પરંતુ વસ્તુત: યમદેવતા તેને હંફાવતા હોય છે.
નો અસિમિ, જે ટુ મુસિયા ! ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org