________________
મૃત્યુ જેમ અનિવાર્ય છે તેમ અનિશ્ચિત પણ છે. અકસ્માતોમાં મૃત્યુ થાય છે કે માણસ આત્મઘાત કરે છે તેમાં મૃત્યુ વહેલું આવેલું દેખાય છે એ તો સાચું, પરંતુ બધાંનું મૃત્યુ વયાનુસાર થાય છે એવું પણ નથી. કોઈ બાલ્યકાળમાં, કોઈક યૌવનમાં તો કોઈક વૃદ્ધાવસ્થામાં મૃત્યુ પામે છે. ‘વિષ્ણુપુરાણ’માં કહ્યું છે :
जातमात्रश्च म्रियते बालभावेऽथ यौवने । मध्यमं वा वयः प्राप्य वार्धके वा ध्रुवा मृतिः ।।
[ કોઈ જન્મ પામીને તરત મૃત્યુ પામે છે, કોઈ બાળપણમાં અને કોઈ યૌવનમાં મૃત્યુ પામે છે, કોઈ મધ્યમ વય પામીને અથવા કોઈ વૃદ્ધાવસ્થામાં મૃત્યુ પામે છે. પરંતુ મૃત્યુ દરેકનું નિશ્ચિત છે. ]
જીવની પોતાના દેહ સાથે એવી એકત્વબુદ્ધિ થઈ જાય છે અને એનો એવી રીતે જીવનવ્યવહાર ચાલે છે કે જાણે મૃત્યુ ક્યારેય આવવાનું નથી. પરંતુ મૃત્યુ સામેથી દેખાય, પોતે હવે થોડા દિવસના જ મહેમાન છે એમ સ્પષ્ટ ભાસે ત્યારે ભલભલા માણસો ધ્રૂજી જાય છે. એટલે જ સાત પ્રકારના જે ભય બતાવવામાં આવ્યા છે તેમાં મોટામાં મોટો ભય મૃત્યુનો છે. કહ્યું છે : મરળસમં નત્સ્યિ મયં । એટલે જ મનુષ્યો, પશુપક્ષીઓ વગેરે બધા જ જીવો જીવ બચાવવા ભાગે છે.
મૃત્યુ સુનિશ્ચિતપણે આવવાનું જ છે અને એક દિવસ પોતે આ દુનિયામાં નહિ હોય એમ જાણવા છતાં એકંદરે માણસને પોતાના મૃત્યુની વાત સતાવતી નથી. જાણે કે પોતાનું ક્યારેય મૃત્યુ થવાનું નથી એમ સમજીને તે પોતાનો બધો વ્યવહાર કરતો રહે છે. સામાન્ય માણસને જીવનના આરંભનાં વર્ષોમાં પોતાના મૃત્યુનો ડર બહુ રહેતો નથી. જિંદગી સુખચેનથી જીવવાનાં સ્વપ્નાં તે સેવે છે. માણસ અનેકને મરતા, યમાલયમાં દાખલ થતાં -નિત્યં યાન્તિ યમાયે - જુએ છે છતાં પોતાનો વારો આવવાનો નથી એમ વર્તે છે, એ દુનિયાનું મોટામાં મોટું આશ્ચર્ય છે એમ ‘યક્ષપ્રશ્નોત્તર'માં બતાવ્યું છે.
મૃત્યુ આવે ત્યારે એક ક્ષણ માત્રમાં પોતાનાં ઘરબાર, ચીજવસ્તુઓ, સંબંધીઓ, સ્વજનો બધાંની સાથે સંબંધ પૂરો થઈ જાય છે. જિંદગીભર સંઘરેલી, જીવની જેમ સાચવેલી પોતાની અત્યંત પ્રિય ચીજ વસ્તુઓ પોતાની રહેતી નથી.
માણસે માલમિલકત, રિદ્ધિસિદ્ધિ, સગાંસંબંધીઓ, યશકીર્તિ, માનસન્માન,
૬ * સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org