________________
લબ્ધિઓ ઈત્યાદિ સર્વ અહીં જ મૂકીને જવાનું છે. માણસ જન્મથી જ બધી વાતે અત્યંત સુખી હોય તો પણ બધું સુખ મૂકીને એણે ચાલી નીકળવું પડે છે. મૃત્યુ કોઈની પણ વાટ જોવામાં માનતું નથી. મૃત્યુ ગરીબ-તવંગર, નાના-મોટા, સુખદુઃખી એવો કોઈ ભેદ રાખતું નથી.
મૃત્યુથી ભૌતિક સુખનો જ અંત આવે છે એવું નથી, દુ:ખો, કષ્ટો વગેરેનો પણ અંત આવે છે. ક્યારેક તો મૃત્યુ દુ:ખમાંથી છૂટકારારૂપ નીવડે છે. લોકો બોલે છે, “બિચારા છૂટ્યા, સારું થયું. બહુ રિબાતા હતા.” જીવને જો મૃત્યુનું સ્વરૂપ સમજાય તો કષ્ટ કે ઘોર દુ:ખોમાં આર્તધ્યાન, રૌદ્રધ્યાન થતાં નથી, સમતા રહે છે અને પાપના ભારે અનુબંધો પડતા નથી. મૃત્યુના વિચારો થતાં સુખમાં પણ માણસ છકી જતો નથી. તે સમભાવ રાખે છે અને પોતાના પુણ્યોદયનો સાર્થક ઉપયોગ કરી લે છે. તેની સુખ પ્રત્યેની આસક્તિ છૂટી જાય છે.
મૃત્યુને શાપરૂપ ગણવું કે આશીર્વાદરૂપ ? વ્યવહારદૃષ્ટિએ, સંસારપ્રિય જીવોને મૃત્યુ શાપરૂપ લાગે છે. નિશ્ચયદૃષ્ટિએ, તત્ત્વદૃષ્ટિ ધરાવનારા અધ્યાત્મસાધકોને મૃત્યુ આશીર્વાદરૂપ લાગે છે.
મૃત્યુ બધાંનો અંત આણે છે, પરંતુ મૃત્યુનું પોતાનું મૃત્યુ ક્યારેય નથી. મૃત્યુ શાશ્વત છે, એટલું જ નહિ, જોવાની દૃષ્ટિ હોય તો મૃત્યુ મંગળકારી છે. મૃત્યુ છે તો અનેક જીવોની પારમાર્થિક દૃષ્ટિ ખૂલે છે. એટલે જ જ્ઞાની મહાત્માઓને મૃત્યુનો ડર હોતો નથી. ‘ઉત્તરાધ્યયન સૂત્રમાં કહેવાયું છે :
न संतसंति मरणंते शीलवंता बहुस्सुया । [ શીલવંત અને બહુશ્રુત મહાત્માઓ મૃત્યુના સમયે ભયભીત થતા નથી.]
મૃત્યુનું સ્વરૂપ સમજાતાં જીવનને એવી રીતે સુધારી લેવું જોઈએ કે જેથી મૃત્યુની પરંપરા આપણે માટે અલ્પકાળની બની જાય અને મોક્ષગતિનું શાશ્વત સુખ ઓછા ભાવોમાં પામી શકાય. એટલે જ જ્ઞાની મહાત્માઓ એવા મૃત્યુને ઇચ્છે છે કે જે પછી બીજું મૃત્યુ હોતું નથી. મોક્ષ થતાં એમને માટે મૃત્યુનો પણ અંત આવી જાય છે.
જો મૃત્યુ નિશ્ચિત જ છે અને મોડું વહેલું ગમે ત્યારે આવવાનું છે એટલું સમજાય તો માણસે પોતે જે કર્તવ્ય, ધર્મકાર્ય ઈત્યાદિ કરવાનું છે તે વેળાસર કરી લેવું જોઈએ. કેટલાક લોકોની ટેવ જ એવી હોય છે
___ जो जाणे न भरिस्सामि, सो हु कंखे सुहेसिया । * ७
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org