________________
કે, “પછીથી કરીશું, શી ઉતાવળ છે ?' - પરંતુ આવા લોકો જ ઊંઘતા ઝડપાઈ જાય છે. ‘ઉભટસાગર'માં કહેવાયું છે કે :
करिष्यामि करिष्यामि करिष्यामीति चिन्तया ।
मरिष्यामि मरिष्यामि मरिष्यामीति विस्मृतम् ।। [“ભવિષ્યમાં કરીશ, કરીશ, કરીશ' એવા વિચારમાં અને વિચારમાં “હું મરી જઈશ, મરી જઈશ, મરી જઈશ” – એ વાત માણસ ભૂલી જાય છે. ].
અલ્પ વયમાં મૃત્યુ પામનારાઓ પણ પોતાના જીવનને સુધારી ગયા હોય, તે જ ભવે મોક્ષ પામ્યા હોય એવાં પ્રાચીન દૃષ્ટાન્નો પણ છે. એવું અકાળ મૃત્યુ ન હોય અને સામાન્ય સરેરાશ જીવન મળે તો પણ સમ્યગુદર્શનાદિ માટે તો પૂરતું છે એમાં સંશય નથી. એટલા માટે જ માણસે જાગૃતિપૂર્વક, સમજણપૂર્વક પોતાના જીવનનું આયોજન એવી રીતે કરવું જોઈએ કે જેથી પ્રૌઢાવસ્થા કે વૃદ્ધાવસ્થામાં વસવસો કરવાનો વખત આવે નહિ . મહાભારતના “શાન્તિપર્વ'માં કહ્યું છે :
श्वः कार्यमय कुर्वीत पूर्वाह्ने चापराहिनकम् ।
न हि प्रतीक्षते मृत्युः कृतमस्य न वा कृतम् ।। [ આવતી કાલે કરવાનું કાર્ય આજે કરી લેવું જોઈએ અને બપોર પછી કરવા ધારેલું કાર્ય સવારના કરી લેવું જોઈએ, કારણ કે એનું (જીવનું) કાર્ય થયું છે કે નથી થયું એની પ્રતીક્ષા મૃત્યુ કરતું નથી. |
મૃત્યુની વિચારણાએ માણસને નિરાશાવાદી ન બનાવી દેવો જોઈએ. પરંતુ કરવા જેવાં બધાં ઉત્તમ કાર્યો વેળાસર કરી લેવાની પ્રેરણારૂપ એ વિચારણા હોવી જોઈએ જેથી ગમે તે ક્ષણે મૃત્યુ આવે, પોતે તો તૈયાર જ છે એમ ઉલ્લાસપૂર્વક એને લાગવું જોઈએ. વાચક ઉમાસ્વાતિ મહારાજે એટલે જ કહ્યું છે :
सग्चिततपोधनानां नित्यं व्रतनियमसंयमरतानाम् ।
उत्सवभूतं मन्ये मरणमनपराधवृत्तीनाम् ।। [ જેમણે તારૂપી ધન એકત્ર કર્યું છે, જેઓ નિરંતર વ્રત, નિયમ અને સંયમમાં ઓતપ્રોત હોય, જેઓની વૃત્તિ એટલે કે આજીવિકા નિરપરાધ એટલે કે નિર્દોષ હોય છે એવા મહાત્માઓનું મરણ ઉત્સવરૂપ છે એમ હું માનું છું. ]
૮ સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org