________________
જાય એ વાત દીવા જેવી સ્પષ્ટ છે. જૈન ધર્મ પ્રમાણે સર્વોચ્ચ દેવગતિ સર્વાર્થસિદ્ધ વિમાનના દેવોનું તેત્રીસ સાગરોપમનું આયુષ્ય હોય છે અને કોઈ વાતે દુ:ખ હોતું નથી, તો પણ તેમનું આયુષ્ય પૂર્ણ થાય છે. મોડો કે વહેલો, સર્વ સંસારી જીવોના આયુષ્યનો અંત આવે જ છે. આપણા પોતાના જ જીવનકાળ દરમિયાન કેટકેટલા પરિચિત જનોને વિદાય લેતા આપણે જોઈએ છીએ ! આપણે કેટલાયની સ્મશાનયાત્રામાં જઈ આવ્યા છીએ ! દુનિયામાં કોઈ ગ્રામ-નગર એવું નથી કે જ્યાં સ્મશાન-કબ્રસ્તાન ન હોય અને કોઈ સ્મશાન એવું નથી કે જે રજા ઉપર કે હડતાલ પર ઊતર્યું હોય. એટલે જ ભગવાન મહાવીરે ઉત્તરાધ્યયન સૂત્રના ઈષકારીય' નામના અધ્યયનમાં કહ્યું છે કે કોઈ એવું નથી કે જે એમ કહી શકે કે
હું ક્યારેય મરીશ નહિ.'
ઉત્તરાધ્યયન સૂત્રના આ “ઈષકારીય” નામના ચૌદમાં અધ્યયનમાં સંયમના પંથને વરેલા છ પુણ્યશાળી જીવોની કથાને વણી લેવામાં આવી
પ્રાચીન કાળમાં ઇષકાર નામનો રાજા હતો. એના નામ પરથી એની નગરીનું નામ પડ્યું હતું ઇષકારનગર.
છ જીવો દેવગતિમાં પોતાનું આયુષ્ય પૂર્ણ કરી મનુષ્યગતિમાં અવતર્યા હતા. પૂર્વના ઋણાનુબંધ અનુસાર તેઓ છએ ઇષકારનગરમાં જન્મ્યા હતા. એમાંથી ચાર બ્રાહ્મણકુળમાં અને બે ક્ષત્રિયકુળમાં રાજારાણી તરીકે જમ્યા હતા.
બ્રાહ્મણકુળમાં જન્મેલા એક તે પુરોહિત હતા. બીજો જીવ તે એમની પત્ની યશા હતી. બીજા બે જીવો તે એમના બે દીકરાઓ હતા. મોટા થતાં આ બંને કુમારોને એક વખત એક યોગી મહાત્માનાં દર્શન થયાં. દર્શન થતાં જ બંનેને જાતિસ્મરણ જ્ઞાન થયું. પોતાના પૂર્વ ભવનું જ્ઞાન થતાં જ બંને કુમારોને જન્મ, જરા અને મૃત્યુવાળા સંસારથી વિરક્ત થઈને દીક્ષા લેવાના ભાવ થયા. એથી ઘરે આવીને તેઓએ પિતાજી આગળ પોતાની ઇચ્છા દર્શાવી. પિતા પુરોહિતે કહ્યું કે, “તમે બંને પહેલાં વેદાભ્યાસ કરો, બ્રાહ્મણોને જમાડો, ગૃહસ્થાશ્રમમાં દાખલ થાવ, ભોગ ભોગવો અને પછી દીક્ષા લેજો.”
પરંતુ પિતાની આ વાત પુત્રોએ સ્વીકારી નહિ. પોતે શા માટે સ્વીકારતા નથી તે પણ સમજાવ્યું. પિતાએ વિવિધ દલીલો સાથે પુત્રોને દીક્ષા ન લેવા માટે કહ્યું, પરંતુ તે પ્રત્યેક વાતનો બરાબર પ્રત્યુત્તર વાળતા " હતા.
૨ ઝક સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org