________________
जो जाणे न भरिस्सामि, सो हु कंखे सुहेसिया ।
ભગવાન મહાવીર [જે જાણે કે ‘હું મરીશ નહિ' તે જ સુખશીલતા ઇચ્છી શકે] આ દુનિયામાં કોણ એવો છે કે જે એમ કહી શકે કે ‘હું ક્યારેય મરવાનો નથી ?'
આપણી નજ૨ સમક્ષ કેટલીયે વાર એવી ઘટના બને છે કે માણસ જીવતો-જાગતો, હરતો-ફરતો, બોલતો-ચાલતો હોય અને મૃત્યુ પામતાં તત્ક્ષણ એનો દેહ નિશ્ચેટ બની જાય છે. પછી તે હાલીચાલી શકતો નથી, અરે એક આંગળી પણ તે ઊંચી કરી શકતો નથી. એના નિષ્પ્રાણ દેહને વધુ વખત રાખી શકાતો નથી. એની અંત્યેષ્ટિ ક્રિયા કરવી જ પડે છે. શબનો નિકાલ કર્યા વગર છૂટકો નથી.
કાળચક્ર સતત ફરતું રહે છે અને યમરાજા પોતાની લીલા સર્વત્ર પ્રસરાવતા રહે છે. રોજ છાપામાં મરણનોંધ વાંચીએ છીએ. કોઈ ગ્રામનગર એવું નથી કે જે એમ કહે કે અમારે ત્યાં ક્યારેય કોઈ મર્યું નથી. કોઈક કુટુંબમાં પચાસ-સાઠ વર્ષ સુધી કોઈનું અવસાન ન થયું હોય એમ બને, પણ કોઈ ક્યારેય મૃત્યુ પામ્યું નથી એમ તો ન જ કહી શકે. એટલા માટે તો ભગવાન બુદ્ધે કિસા ગૌતમીને કહ્યું હતું કે, ‘જે કુટુંબમાં ક્યારેય કોઈ મૃત્યુ ન પામ્યું હોય એવા ઘરેથી રાઈના દાણા લઈ આવે તો એ વડે તારા મૃત્યુ પામેલા દીકરાને જીવતો કરી આપું.' ભોળી કિસા ગૌતમી ઘેર ઘેર એ માટે ફરી હતી અને નિરાશ થઈ ભગવાન બુદ્ધ પાસે આવી ત્યારે ભગવાને સમજાવ્યું હતું કે, ‘મૃત્યુ તો દરેકનું આવે જ છે.' આ સંસારમાં કોઈ અમરપટો લખાવીને આવ્યું નથી. જે જન્મ્યું તે जो जाणे न भरिस्सामि, सो हु कंखे सुहेसिया । * १
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org