________________
સલાહકેન્દ્રો, કડક કાયદા દ્વારા કેફી દ્રવ્યોના પ્રસારને રોકવો જોઈએ.
તમાકુનો સાર્વત્રિક ઉપયોગ પણ તન-મનની બરબાદી કરનારો છે. બીડી, સિગરેટ, તપખીર એમ વિવિધ રૂપે તે સર્વવ્યાપી બની છે. તેનાથી કેવી હાનિ થાય છે તે લેડી નિકોટિન સાથે છૂટાછેડા નામક લેખમાં વર્ણવાયું છે. તમાકુનું મૂળ વતન, ત્યાંથી યુરોપ અને ભારતમાં તેને કોણ ક્યારે
ક્યાં કારણસર લઈ આવ્યા, તેનો ફેલાવો કેમ થયો ? ભારતમાં તે શી રીતે જામી પડી ? તેના વિશે સંસ્કૃતમાં પણ કેવા શ્લોક રચાયા વગેરેનો વિગતવાર ઈતિહાસ તેમાં આલેખાયો છે.
વિશ્વયુદ્ધ પછીના, નાની-મોટી લડાઈઓના, સાંપ્રત યુગમાં જીવલેણ વિસ્ફોટક સુરંગો (Land-mines)એ પણ ભયાનક સમસ્યા ખડી કરી છે. તેણે તમાકુ અને કેફી દ્રવ્યોએ કમોતે મારેલાં માનવીઓથી વધુ માનવીઓને કમોતે માર્યા છે અને તે કરતાં વધુ મનુષ્યોને આજીવન અપંગ કરી દીધાં છે. બહુ સુરંગા વસુંધરા નામના લેખમાં લેખકે તેની ભયાનકતાનો સુરેખ ચિતાર આપ્યો છે. સંરક્ષણ માટે, શત્રુદેશના આક્રમણને રોકવા, શત્રુ દેશને ડરાવવા, સ્થાપિત સત્તા સામે સંઘર્ષ કરવા - એમ જાતજાતનાં કારણસર ઘણા દેશો સીમા પર અને સંરક્ષણ કેન્દ્રોની આસપાસ સુરંગો બિછાવે છે. એ રીતે એશિયા, આફ્રિકા, દક્ષિણ અમેરિકાના સાઠેક દેશોમાં “એક અંદાજ પ્રમાણે દુનિયાના બધા દેશોમાં મળીને હાલ અગિયાર કરોડ કરતાં વધુ સુરંગો પથરાયેલી છે.” ભારત-પાકિસ્તાન સીમા પર શ્રીલંકા, ઇરાન, ઈરાક, અફઘાનિસ્તાન, તુર્કસ્તાન, જોર્ડન, ઈઝરાયેલ; ઇજિપ્ત, સુદાન, ઇથિયોપિયા, નમિબિયા સોમાલી લૅન્ડ, મેકિસકો, પેરુ, ઇકવેડોર, ગાઉટેમાલા, કોલંબિયા આદિ દેશોમાં લાખો સુરંગોનાં જાળાં પથરાયાં છે. આ સુરંગો સીમા પર, રસ્તા, પુલો, ચોગાનો, બજારોમાં ગુપ્ત રીતે છુપાવેલી હોવાથી, તેમનાથી અજાણ એવાં હજારો નિર્દોષ ખેડૂતો, શ્રમિકો, વટેમાર્ગુઓ, બાળકો, સ્ત્રીઓ તેમનો ભોગ બની કમોતે માર્યા ગયાં છે અને અસંખ્ય જનો અપંગ બન્યાં છે. અગાઉ જે સુરંગો ખડકોના પથ્થર તોડવા માટે, પહાડોમાં બગદાં બનાવવા માટે, રસ્તા સીધા બનાવવા માટે, કૂવા ખોદવા માટે વપરાતી હતી તે હવે માણસો મારવા માટે વપરાવા લાગી છે ! અલ્પખ્યાત એવી આ જગવ્યાપી ભયંકરતાને લેખકે આપણી સમક્ષ પ્રગટ કરી છે.
મનુષ્યોની તંદુરસ્તી અને સુખાકારી માટે ડૉક્ટરો અને દવાઓ મોટાં મદદગાર; પરંતુ સાંપ્રત કાળમાં કેટલાંક ડૉક્ટર અને દવાઓ તેમનાં સંહારક બન્યાં છે ! લોકોના જાન અને ધન બેઉનાં તે ભક્ષક બન્યાં છે ! દાક્તર તમે સાજા થાવ, દવાઓમાં ગેરરીતિઓ, નવી દવાઓ નવી સમસ્યાઓ
24
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org