________________
બાળકો : ઉપેક્ષા. દુર્વ્યવહાર, બાલહત્યા, અપહરણ, બળાત્કાર જેવા અનેક લેખોમાં તે જોવા મળે છે. ચર્ચામાં વ્યાપકતા, સમગ્રદર્શિતા અને તલસ્પર્શિતા છે. લગ્નોત્સવમાં થતા બેહદ ખર્ચા, પ્રદર્શનપૂર્ણ ઝાકઝમાળ તમાશા, નાનીનાની બાબતોમાં પતિ-પત્ની વચ્ચે થતા મોટા ઝઘડા, વાતવાતમાં લેવાતા છૂટાછેડા અને થતાં પુનર્લગ્નો, સંતાનોની દુર્ગતિ, લગ્નસંસ્થાને બંધનરૂપ' ગણવાનું વલણ, લગ્નબાહ્ય “મુક્ત સહચાર', પિતાની મિલકત માટે તેને પુત્રો તરફથી અપાતો ત્રાસ, વારસા માટે ભાઈ-ભાઈ વચ્ચે થતો કલહ, વારસદારોની માતા-પિતાને લાગતી ભીતિ, સ્ત્રી- બાળકો-ધનિકોનાં વિવિધ કારણસર થતાં અપહરણ, સ્ત્રીઓ પરના બળાત્કાર, શિથિલ ન્યાયતંત્ર અને ભ્રષ્ટ પોલીસખાતાને લઈ વિકસેલી અપહરણ અને બળાત્કારની બદી, બળાત્કારનો ભોગ બનેલી સ્ત્રીની કરુણ સ્થિતિ વગેરેની તેમાં વિગતવાર, સર્વાગીણ, તટસ્થ, વિચારપ્રદ ચર્ચા-વિચારણા થઈ છે. ધર્મગ્રંથો અને સમાજહિતેચ્છુ વિચારકોનાં તદ્વિષયક સમર્થક મંતવ્યો, ઉદાહરણો, અવતરણો અને તર્કબદ્ધ દલીલો દ્વારા તે પુષ્ટ અને વિશ્વસનીય બની છે. માનસશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, સ્વનિરીક્ષણ અને ચિંતન-મનનનો તેમાં ઉચિત વિનિયોગ થયો છે.
વ્યક્તિ અને સમાજનો હ્રાસ અને નાશ કરતાં કેફી દ્રવ્યોની ભયંકરતા પણ કેટલાક લેખોમાં - કેફી પદાર્થોનો વધતો પ્રચાર, લેડી નિકોટિન સાથે છૂટાછેડા આદિમાં - દર્શાવાઈ છે. ક્રિકેટની રમતનો અતિરેક અને રેડિયોટેલીવિઝન પરનાં તેનાં પ્રસારણ પણ, વ્યક્તિ-સમાજ-દેશને હાનિકર્તા હોવાથી, લેખકને કક્યાં છે. તેનાથી કેવું - કેટલું આર્થિક નુકસાન વ્યક્તિઓ અને દેશને થાય છે તે તેમણે ક્રિકેટનો અતિરેક નામના લેખમાં બતાવ્યું છે. પરંતુ તેના કરતાં અનેક ગણું વધુ નુકસાન હેરોઈન, કોકેન, મારીજુઆના, બ્રાઉનસુગર જેવાં કેફી દ્રવ્યોના સેવનથી થાય છે; વિદ્યાર્થીઓ અને યુવાનો તેથી બરબાદ થઈ રહ્યા છે; તે તરફ તેમણે ધ્યાન દોર્યું છે. કેફી દ્રવ્યોનો ગુપ્ત છતાં ઘણો વ્યવસ્થિત વ્યાપાર દેશવ્યાપી ઉપરાંત આંતરરાષ્ટ્રિય બન્યો છે. મોટી સંગઠિત, ધનિક, સત્તાધારી, સશસ્ત્ર ટોળકીઓ તેમાં સંડોવાઈ છે. શિથિલ – મંદગતિ ન્યાયતંત્ર, ભ્રષ્ટ પોલીસતંત્ર અને ઢીલાં શાસન તથા કાયદાને લઈ તેમની ગુનાઈત પ્રવૃત્તિ ફૂલીફાલી છે. આપણો યુવાન વર્ગ ખોટો આત્મવિશ્વાસ, ખરાબ મિત્રોની સોબત, કંઈક નવું કરવાની જિજ્ઞાસા, માનસિક તંગદિલીમાંથી છૂટવાની લાલસા, અજ્ઞાન, આપવડાઈ વગેરેને લઈ કેફી દ્રવ્યોની નશાખોરીમાં ડ્રવ્યો છે. શિક્ષણ, પ્રચાર, માનસશાસ્ત્રીય અને ઔષધીય ઉપચાર કેન્દ્રો તથા
23
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org