________________
નામક લેખમાં ખાવાની અનિવાર્યતાની સાથે ઉપવાસનો મહિમા વર્ણવાયો છે. ઉપવાસ દરમિયાન બચેલ અનાજનું દાન કરી પુણ્યાર્જન પણ થઈ શકે. ગાય-ભેંસનું દૂધ મનુષ્ય માટે અમૃત સમાન છે. કેટલાક લોકો અધૂરી સમજણથી તેને એક પ્રકારના લોહી-માંસમાં ખપાવે છે તે સાચું નથી. દૂધ અને તેની બનાવટો જગતભરમાં લોકો દ્વારા સ્વાથ્યપ્રદ ભોજન તરીકે સ્વીકારાયાં છે. તેની સર્વાગીણ મીમાંસા દુગ્ધામૃત નામના લેખમાં થઈ છે. અલબત્ત, પાણી વિના તો પ્રાણીમાત્રને ન ચાલે. “પાણી વિના કોઈ જીવી શકતું નથી. એટલે પાણી એ જ જીવન છે.” તેથી પાણીનો ઉપયોગ સંયમ અને વિવેકપૂર્વક થાય તે ઇષ્ટ છે. જૈન સાધુઓ, મહાત્મા ગાંધી જેવા મનીષીઓ પાણીનો ઉપયોગ બહુ કરકસરથી કરે છે. પરંતુ આજકાલ પાણી ઘણું વેડફાય છે. કારખાનાંનો પ્રવાહી ગંદો અને ઝેરી કચરો નદીઓતળાવોનું પાણી દૂષિત કરે છે તેનો ઉપાય થવો જોઈએ. જળનો મહિમા ધર્મગ્રંથોમાં પણ ગવાયો છે, જેના દ્યોતક ઘણા શ્લોક ઉપલબ્ધ છે. જળનું આવું મહત્ત્વ જલજીવન જગ માંહિ લેખમાં વિસ્તારપૂર્વક વર્ણવાયું છે. દુરારાધ્ય રેવા માતા નામના લેખમાં તેથી તો નર્મદા નદી પરના બંધની અને તે દ્વારા સર્જાનારા વિશાળ સરોવરની આવશ્યકતાની તેમ જ તેના વિરોધની અનિષ્ટતાની સાથોસાથ રેવામાતાની વિશેષતાઓનું દર્શન કરાવાયું છે. રામકથાની... વ્યાપકતા લેખમાં સમગ્ર એશિયા ખંડમાં વિવિધ રૂપમાં પ્રચલિત થયેલ રામાયણ પર પ્રકાશ ફેંકાયો છે. આ બધા લેખોમાં લેખકની બહુશ્રુતતા, લોકહિતલક્ષણિતા અને મનુષ્ય કલ્યાણ અંગેનાં ચિંતા અને ચિંતનની અંત:સ્રોતા સરવાણી સતત વહેતી રહી છે.
સમાજ પર જેનો ઘણો પ્રભાવ છે તે સાધુસંસ્થાના આદર્શ સ્વરૂપનું અને તેના વિકૃત રૂપનું દર્શન કરવા વરે, ફુમત્ત... નિચ્ચે, માયન્ને.., તુવરું, ધાર્મિક સ્થળોનો., વગોવાતી સાધુસંસ્થા જેવા લેખોમાં કરાવાયું છે. તેમાં વંદનીય સાધુનાં લક્ષણો અને અવંદનીય અસાધુનાં અપલક્ષણો દર્શાવાયાં છે. ધર્મગ્રંથો અને ધર્મપુરુષોનાં વચનોનાં સમર્થક ઉદાહરણ-અવતરણ સાથે, વિચારણીય અને ગ્રાહ્ય બની રહે એ રીતે, તે આલેખાયાં છે. સાચા સાધુ સહનશીલ, કષ્ટ સહનાર, દીનતારહિત, આહાર-વિહારમાં સંયમી, પ્રસન્નમના, અધ્યયનશીલ, પરહિતપ્રવૃત્ત હોય છે; તેઓ વંદનીય છે; પરંતુ તેવા ગુણોથી રહિત અને અસંયમી શિથિલાચારી સાધુઓ અવંદનીય છે; સાધુસંસ્થાને તેઓ વગોવે છે,
ઘરસંસારવિષયક સમસ્યાઓની ચર્ચા વિસ્તારપૂર્વક થઈ છે. લગ્નોત્સવ, લગ્નવિચ્છેદ- પુનર્લગ્ન, લગ્નસંસ્થાનું ભાવિ, વારસદારો, પુત્રભીતિ,
22
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org