________________
યુક્ત છે. ઉદાહરણ-અવતરણ સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ જૂની ગુજરાતીનાં લોકમાન્ય ધર્મગ્રંથો, સાહિત્યકૃતિઓ અને મનીષીઓનાં વચનો તેમજ પ્રચલિત કહેવતો, રૂઢિપ્રયોગો, સૂક્તિઓમાંથી ઉદ્ધત થયાં છે. જૈન-હિન્દુબૌદ્ધ ધર્મગ્રંથોનો આધાર તેમાં સવિશેષ લેવાયો છે; પરંતુ ક્યારેક ખ્રિસ્તી ધર્મગ્રંથો અને પાશ્ચાત્ય વિદ્વાનોના મંતવ્યો પણ રજૂ થયાં છે. લેખકની ઉદાર, નિષ્પક્ષ, સ્વચ્છ દૃષ્ટિ અને સમજ તેમાં સર્વત્ર દેખાય છે. સાંપ્રદાયિક સંકીર્ણતા, સંકુચિતતા, એકપક્ષિતાથી તે સર્વથા મુક્ત છે.
નિરૂપિત સમસ્યાઓનું વૈવિધ્ય ધ્યાનપાત્ર છે. ગો ગાજે ને મરિસ્સમિ.., વો મવેરૂ ગોધ્યા રે...” આદિ લેખોમાં જીવન-મૃત્યુ વિષયક ચિંતન રજૂ થયું છે. જીવનની સાથે મૃત્યુ જોડાયેલું છે. એ ક્યારે આવશે તે કોઈ જાણતું નથી, “માણસે પોતે જે કર્તવ્ય, ધર્મકાર્ય ઇત્યાદિ કરવાનું છે તે વેળાસર કરી લેવું જોઈએ... માણસે જાગૃતિપૂર્વક સમજણપૂર્વક પોતાના જીવનનું આયોજન એવી રીતે કરવું જોઈએ કે જેથી પ્રૌઢાવસ્થા કે વૃદ્ધાવસ્થામાં વસવસો કરવાનો વખત આવે નહિ.” (કો નાખે.) આયુષ્ય તો વીજળીના ઝબકારાની જેમ, પતંગના રંગની જેમ.. ક્ષણિક છે, ક્ષણભંગુર છે. માત્ર દેહ જ નહિ, સંપત્તિ, સંબંધો, સત્તા ઇત્યાદિ પણ અનિત્ય જ છે.” (વો મri...) આ પરમ સત્યનો ખયાલ પ્રાચીન ધર્મગ્રંથો, ભગવાન મહાવીરના વચનો, મહાભારત, વિષ્ણુપુરાણ, વૈરાગ્યશતક, શંકરાચાર્ય, લોકોક્તિઓ વગેરેમાંથી સમર્થક ઉદાહરણ-અવતરણ યોજી અપાયો છે. સમસ્યાના નિરૂપણને સચોટતા અર્પવાની સાથે તે લેખકની બહુશ્રુતતા પણ દર્શાવે છે.
વિદ્યોપાસના વિદ્યાપોષણ, પંડિતોનું ગૃહજીવન જેવા લેખોમાં વિદ્યાજ્ઞાન-શિક્ષણનો મહિમા આલેખાયો છે. વિદ્યોપાસના માટે સમય, નિષ્ઠા, સાધના અતિ આવશ્યક ગણાય. તેને સહાયરૂપ બની રહે તેવું વાતાવરણ શાસકોએ અને શિક્ષણપ્રિય સંસ્થાઓ-વ્યક્તિઓએ સર્જવું જોઈએ. ચરણચલણનો મહિમા લેખમાં તન-મનની નીરોગિતા માટે ચાલવું જરૂરી છે તે સમર્થક દલીલ-દૃષ્ટાંત સાથે સમજાવાયું છે. ચાલવાથી આવશ્યક વ્યાયામ મળે અને મધુપ્રમેહ રક્તચાપ જેવા રોગોમાં રાહત થાય. સાધુ-સંતો-યાત્રિકો પ્રાચીનકાળથી માંડી આજ સુધી તેમનું પરિભ્રમણ ચાલતાં જ કરતા રહ્યા છે. સૈન્યમાં તો પાયદળ માટે ચાલવાનું - દોડવાનું અનિવાર્ય હોય છે. ચાલના પણ લલિત, કર્કશ, ગડબડિયા - એવા અનેક પ્રકાર છે ! સ્ત્રીપુરુષનાં પગનાં તળિયાંનું સામુદ્રિક શાસ્ત્રને આધારે થયેલ વર્ણન અને લક્ષણદર્શન નવીનતાયુક્ત, કુતૂહલપ્રદ અને જિજ્ઞાસાપ્રેરક છે. અત્રદાન
2]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org