________________
સંપાદકીય
સાંપ્રત સમાજ-દર્શનના લેખો વિશે
--
પ્રૉ. જશવંત શેખડીવાળા
ડૉ. રમણલાલ ચી. શાહ બહુમુખી પ્રતિભા ધરાવતા લેખક છે. સન્નિષ્ઠ અધ્યાપક, સુપ્રતિષ્ઠ સર્જક-વિવેચક-સંશોધક-સંપાદક ને જૂની ગુજરાતી, અપભ્રંશ, પ્રાકૃત, સંસ્કૃત ભાષા-સાહિત્યના ગંભીર અભ્યાસુ તરીકે તેઓ પ્રસિદ્ધ છે. જૈન-હિન્દુ-બૌદ્ધ ધર્મ-દર્શનના જ્ઞાતા છે. રસળતી પ્રવાસકથાઓના લેખક તરીકે પણ હવે તેઓ જાણીતા થયા છે.
તેઓ સાંપ્રત સમાજના પણ સૂક્ષ્મ નિરીક્ષક અને વાસ્તવદર્શી નિરૂપક છે તે એક આશ્ચર્યજનક બિના છે. સમાજને સ્પર્શતી અને પીડતી ઘણી સમસ્યાઓ વિશે તેમણે, આરૂઢ સમાજશાસ્ત્રીની જેમ, ચિંતન મનન અને લેખન કર્યું છે. તેમનું આ લેખન ઇયત્તા, સત્ત્વ, વૈવિધ્યની દૃષ્ટિએ ઘણું સમૃદ્ધ છે. અભિચિંતના અને સાંપ્રત સહચિંતનના સોળ જેટલા ગ્રંથોમાં તે પ્રસર્યું છે. તે ઉપરાંત આવા બીજા ત્રણ-ચાર ગ્રંથો થાય તેટલા તેમના સમાજલક્ષી લેખો પ્રબુદ્ધ જીવન આદિ સામયિકોમાં વેરવિખેર રૂપમાં પડ્યા છે. તેમાં સાંપ્રત સમાજની વ્યક્તિગત, ધાર્મિક, સામાજિક, સાંસારિક, વિદ્યાકીય, રાજકીય, આર્થિક તમામ પ્રકારની સમસ્યાઓનું સમ્યક્ નિરૂપણ થયું છે.
Jain Education International
ચર્ચ સમસ્યાઓને સાંગોપાંગ સવિસ્તર, તલસ્પર્શી રૂપમાં આલેખવાનો તેમનો ઉપક્રમ છે. તેમાં વિવરણ, સમજૂતી, તુલના, પૃથક્કરણ, નિષ્કર્ષ, નિરાકરણનો સુયોગ સધાયો છે. સૂક્ષ્મ નિરીક્ષણ, બહુશ્રુતતા, સ્વાનુભવ, ચિંતન-મનનનો તેમાં સમુચિત વિનિયોગ થયો છે.
સમસ્યાઓનું નિરૂપણ સમર્થક ઉદાહરણ, અવતરણ, તર્કબદ્ધ દલીલોથી
20
For Private & Personal Use Only
www.jainelibrary.org