________________
જેવા લેખોમાં આ દુ:ખદ હકીકતનું નિરૂપણ થયું છે. કુપાત્ર ડૉક્ટરો, બનાવટી હાનિકર દવાઓ બનાવતી અને વેચતી ફાર્મસીઓ, પૈસા લૂંટવાના તેમના અવનવા તરીકા, અમાનુષી કાર્યપ્રણાલી વિશે તેમાં ચર્ચા થઈ છે. કર્તવ્યય્યત ડોક્ટરો અને બનાવટી દવાઓ વેચનારાઓ માનવરક્ષક બનવાને બદલે કેવા માનવભક્ષક બન્યા છે તે તેમાં સ્પષ્ટ કહેવાયું છે. સેવાભાવી ઉમદા ડૉક્ટરો પ્રતિ તેમાં પ્રેમ અને આદરભાવ દર્શાવાયો છે, પરંતુ કેવળ ધનલોલુપ અમાનુષી ડૉક્ટરો પ્રતિ ફરિયાદ, રોષ અને ખેદ પ્રગટ થયાં છે.
દેશમાં ગરીબી, બેકારી, નિરક્ષરતા વ્યાપક રૂપમાં પ્રવર્તે છે. તેણે બાળમજૂરો જેવી અનેક વિકટ અને દુ:ખદ સમસ્યાઓ સર્જી છે. લેખકે તેનાં કારણ, સ્વરૂપ, પ્રક્રિયા, પરિણામો વગેરેનું સમભાવયુક્ત વાસ્તવિક નિરૂપણ બાળમજૂરોની સમસ્યા, શેરીનાં સંતાનો, કચરો વીણનારા જેવા લેખોમાં કર્યું છે. આ સમસ્યા કેવી ગંભીર, શરમજનક અને દુ:ખદાયક છે તેનું તેમાં દિલદ્રાવક વર્ણન-વિવેચન થયું છે.
લેખકનું સાંપ્રત રાજકારણ વિશેનું દર્શન-આકલન વિવેચન ખાસ ધ્યાનાર્હ છે. મુખ્યત: સાહિત્ય અને ધર્મ-દર્શનના ગંભીર લેખક સંકુલ રાજકારણનું આવું સવિસ્તર, તલસ્પર્શી, સર્વાગીણ, નિષ્પક્ષ, યથાર્થ આલેખન, પીઢ રાજકીય અભ્યાસુની જેમ, કરી શકે છે તે જોઈ આશ્ચર્ય થાય છે. રાજકારણ સાથે સંબધ્ધ પ્રત્યેક બાબતની તેમણે ચર્ચા કરી છે. વર્તમાનપત્રો અને સત્યનિષ્ઠા, અસત્યના પ્રયોગો, સન્માનપ્રતીકો, લોકમત, નેતાગીરી, રાજકારણમાં મહત્વાકાંક્ષા, રાજકારણમાં નિવૃત્તિ, વ્યક્તિ પક્ષ રાષ્ટ્ર અને વિશ્વ, પક્ષ વિપક્ષ લઘુમતી બહુમતી, જાસૂસી અને રાષ્ટ્રદ્રોહ જેવા લેખોમાં તે જોવા મળે છે. રાજકીય ક્ષેત્રે પ્રવેશેલ કુપાત્ર નેતાઓ, સેવા નહિ પણ સત્તાનું લક્ષ્ય, સર્વોપરી સત્તા માટેની પ્રવૃત્તિ, ગંદા કાવાદાવા, અનર્ગળ કુપ્રચાર, ક્ષુદ્રજનોને મહાપુરુષો બનાવી દેવાના કારસા, લાગવગપક્ષપાતથી લાયકાતહીન વ્યક્તિઓને છાવરવાની તરકીબો, લઘુમતી - બહુમતીના બહાના નીચે પ્રજામાં ભાગલા પાડવાની પેરવી, વિરોધીઓને સિફતપૂર્વક અપાતો ત્રાસ અને કારાવાસ, અપાતો ભોગ, મનગઢંત કાલ્પનિક બાબતોને સત્ય ઘટનાઓ તરીકે રજૂ કરતા પ્રપંચ, પૈસા માટે શત્રુ દેશો માટે કરાતી દેશ વિરુદ્ધની જાસૂસી, સત્યને બદલે સનસનાટીમાં રસ લેતાં અખબારો, ફરેબી લોકમત અને ગાડરિયા-ચાલે ચાલતા લોકો, ભ્રષ્ટ વહીવટીતંત્ર, શિથિલ કાયદા અને નેતાઓ, લોકહિતલક્ષી શાસનને બદલે સ્વાર્થસિદ્ધિમાં રત રહેતા સર્વોચ્ચ નેતાઓ, આજીવન સત્તાસ્થાને ચીટકી
25
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org